સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના અભિવાદન કાર્યક્રમ
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સાથે સાથે વેરાવળ અને પાટણ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા નેતા હાર્દિક ટમાલિયાની વરણી કરવામાં આવી છે.
આ વરણી બાદ જિલ્લાના વિવિધ પાયાના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા તેમનું અભિવાદન કરવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો છે
કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફૂલહાર અને ફટાકડાઓ સાથે નવા જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું અભિવાદન કરવામાં આવ્યું. તેમની નિમણૂક બાદ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરો તૈયારીમાં જોડાયા છે અને સરકારની યોજનાઓ ગામેગામ સુધી પહોંચાડવા માટે અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.