સંબંધિત સમાચાર
- બંગાળમાં જીત બાદ પીએમ મોદીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત: સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ નિમિત્તે આવશે વતન, વડોદરામાં સરદાર ધામ-3 નું કરશે લોકાર્પણ
- ટુરિસ્ટ માટે ખુલ્યો જામનગરનો 174 વર્ષ જુનો ઐતિહાસિક ભુજીયા કોઠા, સાકાર થયો PM નરેન્દ્ર મોદીનો મંત્ર
- ન બાઈક, ન કાર કે ન ટ્રક.... સાબરમતી નદી પર બનેલ આ પુલે કરી નાખી 27 કરોડની કમાણી.. સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા
- I Love મહાદેવના સ્ટેટસ પર ગુજરાતના જે ગામમાં થઈ હતી હિંસા, હવે ગરજ્યુ વહીવટીતંત્રનુ બુલડોઝર, જાણો બધી જ માહિતી
- મુંબઈ-અમદાવાદમં બુલેટ ટ્રેન ક્યારે દોડશે ? જાપાનમાં ભારતના રાજદૂતે આપ્યા સંકેત, PM મોદીના પ્રવાસ બાદ થશે ડિલીવરી
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ
tata airbus c295
ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ પ્લાન્ટમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટની એસેમ્બલી પૂર્ણ થઈ ગઈ છે અને તેની પહેલી ઝલક જાહેર કરવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતીય ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જ્યારે કોઈ ખાનગી કંપની સંપૂર્ણ રીતે સજ્જ લશ્કરી વિમાનનું ઉત્પાદન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ પીએમ પેડ્રો સાંચેઝે ઓક્ટોબર 2024માં આ અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારત અને સ્પેન વચ્ચે 56 વિમાનોનો ઐતિહાસિક સોદો
ભારતે કુલ 56 C-295 વિમાનો માટે સ્પેન સાથે સમજૂતી કરી છે, જે અંતર્ગત 16 વિમાનો સીધા આયાત કરવામાં આવશે અને બાકીના 40 વિમાનો વડોદરાના પ્લાન્ટમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવશે. વડોદરાના હરણીમાં કાર્યરત આ ફેસિલિટી વિમાનના ઉત્પાદનથી લઈને એસેમ્બલી, ટેસ્ટિંગ અને જાળવણી (MRO) સુધીની તમામ જવાબદારીઓ સંભાળશે. આ પ્રોજેક્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે એક મોટી છલાંગ સમાન છે.
Made in India C-295 Aircraft
— BJP Gujarat (@BJP4Gujarat) May 12, 2026
વડોદરા સ્થિત પ્લાન્ટમાં તૈયાર થયેલ પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સપ્ટેમ્બરમાં રોલ આઉટ થવા તૈયાર છે. pic.twitter.com/aZugE7Soxh
સપ્ટેમ્બર સુધીમાં વાયુસેનાના કાફલામાં થશે સામેલ
ભારતીય વાયુસેનાને આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેનું પહેલું સ્વદેશી નિર્મિત C-295 એરક્રાફ્ટ મળે તેવી પૂરેપૂરી અપેક્ષા છે. હાલમાં આ વિમાનનું વિવિધ સ્તરે પરીક્ષણ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને વિધિવત રીતે લોન્ચ કરવામાં આવી શકે છે. ગુજરાત ભાજપ દ્વારા પણ આ ગૌરવશાળી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સંરક્ષણ શક્તિનું પ્રતીક છે.
પર્વતીય વિસ્તારો અને ટૂંકા રનવે માટે અતિ ઉપયોગી
C-295 વિમાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર 670 મીટરના ટૂંકા રનવે પરથી પણ સરળતાથી ઉડાન ભરી શકે છે. આ ખાસિયતને કારણે લદ્દાખ જેવા અત્યંત દુર્ગમ અને પર્વતીય પ્રદેશોમાં સૈન્ય કામગીરી માટે આ વિમાન વાયુસેના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્લાન્ટ ભવિષ્યમાં માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં, પરંતુ અન્ય દેશોમાં વિમાનોની નિકાસ કરીને 'મેક ફોર ધ વર્લ્ડ'ના મંત્રને પણ સાકાર કરશે.
