સંબંધિત સમાચાર
- હવામાન અપડેટ: રાજકોટમાં 43.5 ડિગ્રી સાથે આકરી ગરમી વચ્ચે આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે
- ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા
- દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ, 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ
- Cyber Fraud Alert: 2026 થી કોલિંગના નિયમો બદલાશે! હવે તમે ફોન ઉપાડતાની સાથે જ કોલ કરનારનું સાચું નામ જોઈ શકશો
- ગુજરાતના આ જીલ્લામાં આવ્યો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર 3.1 રહી અફરાતફરી
ગીર સોમનાથમાં કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 5 આરોપીઓ ઝડપાયા
Gir Somnath Cyber Crime
સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં મદદરૂપ બનતા હતા. તપાસમાં અંદાજે રૂ. 310 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત પોલીસની વિશેષ તપાસ
જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત વિશેષ તપાસ હાથ ધરી હતી. સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી (NCCRP) પોર્ટલ પર નોંધાયેલી વિવિધ સાયબર છેતરપિંડીની ફરિયાદોનું બારીકાઈથી વિશ્લેષણ કરતા કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ પોલીસની નજરે ચડ્યા હતા.
કમિશનની લાલચમાં બેંક ખાતાઓ સાયબર ઠગોને ભાડે આપતા
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેટલાક લોકો પોતાના બેંક ખાતાઓ સાયબર ઠગોને ઉપયોગ કરવા માટે આપી દેતા હતા. આ ભાડે આપેલા ખાતાઓ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં થયેલી ઓનલાઇન છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ ગેરકાયદેસર કામના બદલામાં ખાતાધારકો ફિક્સ કમિશન મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.
વિવિધ બેંક ખાતાઓમાંથી રૂ.310 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા
તપાસ દરમિયાન બેંક ઓફ ઇન્ડિયાના એક જ ખાતામાંથી 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ.282 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે જોડાયેલા અંદાજિત રૂ. 37 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા. આમ, કુલ 290 ફરિયાદો સાથે જોડાયેલા આશરે રૂ.310 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંનો ટ્રેઈલ પોલીસ સુધી પહોંચ્યો હતો.
પાંચ આરોપીઓની ધરપકડ અને પોલીસ દ્વારા જનતાને અપીલ
સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં આકાશ પાલા, હિરેન રાજગોર, આશુતોષ ઠાકર, અજય દાફડા અને દીપકગીરી અપરનાથી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને મહત્વના ડિજિટલ પુરાવા એકત્ર કર્યા છે. આંતરરાજ્ય નેટવર્કની તપાસ વચ્ચે પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈએ પણ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે બેંકિંગ વિગતો અન્ય વ્યક્તિને આપવી નહીં, કારણ કે આવા ગુનાઓમાં સહભાગી બનનાર વ્યક્તિ પણ કાયદાકીય કાર્યવાહીના દાયરામાં આવી શકે છે.
