સંબંધિત સમાચાર
- કેવી રીતે શરૂ થઈ અર્પણા અને પ્રતીક યાદવની લવસ્ટોરી ? ખૂબ જ ફિલ્મી છે પહેલી મુલાકાતથી લઈને પ્રપોઝ કરવા સુધીની આ સ્ટોરી
- CBSE 12th result 2026 Out - સીબીએસઈ ધોરણ 12 નુ પરિણામ જાહેર, Umang એપ, cbseresults.nic.in અને Digilocker પર કરો ચેક
- મુખ્યમંત્રી વિજયે તમિલનાડુમાં વિશ્વાસ મત જીત્યો, 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું; જાણો કેટલાએ વિરોધમાં મતદાન કર્યું.
- પીએમ મોદીની અપીલની અસર થઈ છે: યોગી આદિત્યનાથ, રેખા ગુપ્તા અને મોહન યાદવ સહિતના મુખ્યમંત્રીઓએ તેમના કાફલા ટૂંકાવી દીધા છે.
- PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ
પેટ્રોલ-ડીઝલ બચાવવા ગુજરાત સરકારનો એક્શન મોડમાં, 'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા
government in action mode to save petrol and diesel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સરકાર હવે વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ઇંધણની બચત કરવા માટે સરકાર સ્તરે આયોજન તેજ કરવામાં આવ્યું છે.
'વર્ક ફ્રોમ હોમ' મોડલ પર મંથન શરૂ
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકાર કર્મચારીઓ માટે ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' (WFH) મોડલ લાગુ કરવા પર વિચારણા કરી રહી છે. જો કર્મચારીઓ ઘરેથી કામ કરે, તો રસ્તા પર વાહનોની સંખ્યા ઘટશે અને લાખો લિટર ઇંધણની બચત થઈ શકશે. આ માટે સરકારના વિવિધ વિભાગો પાસે અભિપ્રાયો માંગવામાં આવ્યા છે.
ખાનગી કંપનીઓ સાથે યોજાશે બેઠક
માત્ર સરકારી વિભાગો જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રને પણ આ અભિયાનમાં જોડવા સરકાર મક્કમ છે. મંત્રી બાવળિયાએ ઉમેર્યું કે, આગામી દિવસોમાં રાજ્યની મોટી ખાનગી કંપનીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વિવિધ એસોસિયેશનો સાથે બેઠક યોજવામાં આવશે. તેમને પણ અઠવાડિયામાં અમુક દિવસ વર્ક ફ્રોમ હોમ આપવા અથવા કર્મચારીઓ માટે કોમન ટ્રાન્સપોર્ટની સુવિધા ઊભી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
જાહેર પરિવહનના ઉપયોગ પર ભાર
ઇંધણ બચાવવા માટે સરકાર સામાન્ય જનતાને પણ વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરશે. એસટી (ST) બસ અને મેટ્રો ટ્રેન જેવી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી લોકોને ખાનગી વાહનો ટાળવા માટે પ્રોત્સાહિત કરાશે. આ ઉપરાંત, સાયકલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપવા માટે પણ નવી નીતિઓ પર વિચાર થઈ રહ્યો છે.
પર્યાવરણ અને આર્થિક બચતનું લક્ષ્ય
સરકારની આ પહેલ પાછળ બે મુખ્ય ઉદ્દેશ્ય રહેલા છે: પ્રથમ, ઇંધણના આયાત ખર્ચમાં ઘટાડો કરીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવું અને બીજું, વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને ઘટાડી પર્યાવરણનું રક્ષણ કરવું. જો આ 'વર્ક ફ્રોમ હોમ' મોડલ સફળતાપૂર્વક અમલી બનશે, તો ગુજરાત દેશભરમાં ઇંધણ બચત ક્ષેત્રે એક રોલ મોડેલ સાબિત થશે.
