બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:37 IST)

ગૌણસેવા-પંચાયત પસંદગી મંડળની ભરતીમાં ૬૫ કરોડની કટકી કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં ભાજપના મળતિયાઓની એજન્સી દ્વારા પ્રશ્નપત્રના પ્રિન્ટીંગ,પ્રોસેસિંગ અને ડેટાવર્કની વધુ રકમ ચૂકવીને રૃા.૬૫ કરોડની કટકી કરવામાં આવી છે .

ખુદ રાજ્ય પંચાયત વિભાગના અગ્રસચિવે આ વધારાના ખર્ચ સામે વાધો ઉઠાવી ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે રાજ્ય વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્ક, તલાટી,મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરાય છે. દર વર્ષે આ પરિક્ષામાં ૨૦ લાખ શિક્ષિત યુવાઓ અરજી કરી પરિક્ષા ફી પેટે રૃા.૨ કરોડ ચૂકવે છે.

આજ પ્રમાણે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ અને વર્ગ ૪ સહિત ફિક્સ પગાર ધરાવતી વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરે છે જેમાં ૪૦ લાખ શિક્ષિત યુવાઓ અરજી કરે છે જેમાં પરિક્ષા ફી પેટે રૃા.૪૦ કરોડ ઉઘરાવાય છે. 

કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ ભાજપના સત્તાધીશો પર આક્ષેપ કરતાં જણાવ્યુંકે, આ ભરતી પ્રક્રિયામાં પ્રશ્નપત્રના પ્રિન્ટીંગ માટે રૃા.૪૧, પ્રોસેસિંગ અને ડેટાવર્ક માટે રૃા.૯૭ એમ કુલ મળીને પ્રતિ ઉમેદવાર રૃા.૧૩૭ ખર્ચ કરાયો છે વાસ્તવમાં ગુજરાત ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરિક્ષામાં ૨૪ પાનાનાં પ્રશ્નપત્રના પ્રિન્ટીંગ માટે રૃા.૧૩, ૧૬ પાના માટે રૃા.૯ અનએ પ્રોસેસીંગ અને ઓએમઆર શીટ માટે રૃા.૭.૭૫ ખર્ચ થાય. આમ, ભ્રષ્ટાચાર આચરીને ભાજપના સત્તાધીશોએ રૃા.૬૫ કરોડની ખાયકી કરી છે.

નોંધ લેવા જેવી વાત એછેકે, રાજ્ય પંચાયત વિભાગના અગ્રસચિવ ખાનગી પ્રેસ,ખાનગી કમ્પ્યુટર એજન્સી દ્વારા પેપર પ્રિન્ટીંગ,સ્કિનીંગ,પ્રોસેસિં
ગના નિયત ખર્ચ કરતાં વધુ નાણાં ચૂકવાતાં વાંધો લીધો છે.એટલું જ નહીં, અધ્યક્ષ અને સભ્યો પાસે ખુલાસો માંગ્યો છે. કોગ્રેસે આ પ્રકરણમાં વિજિલન્સની તપાસની માંગણી કરી છે.