સંબંધિત સમાચાર
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ 6,885 ઉમેદવારોના ફોર્મ રદ
- અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય
- ચૂંટણી જંગનો મહત્વનો પડાવ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે
- ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સેલિબ્રિટી પાવર’: ભાજપ-કોંગ્રેસનુ ‘સેલિબ્રિટી કાર્ડ’, જાણો કયા સ્ટાર્સ લડશે ચૂંટણી જંગ
- લખતર-વિરમગામ હાઈવે પર ગોઝારો અકસ્માત: પદયાત્રીઓના સંઘ પર ટ્રક ફરી વળતા 7 ના કરુણ મોત
વડોદરા બસ સ્ટેશન અકસ્માતનો ભયાનક સીસીટીવી વીડિયો
ગુજરાતના વડોદરામાં પાંચ માળના સેન્ટ્રલ બસ સ્ટેશનના આગળના ભાગનો એક ભાગ શુક્રવારે અચાનક તૂટી પડ્યો. 72 વર્ષીય વૃદ્ધ ડેપોની બહાર નીકળી રહ્યા હતા તે સમયે અચાનકથી દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં તેમનું ઘટના સ્થળ પરજ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં અમદાવાદના ચાંદખેડાના રહેવાસી 72 વર્ષીય નાગજી ભાઈ દવેનું કચડીને મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે, આંખના પલકારામાં, બસ સ્ટેશનનો એક ભાગ અચાનક નાગજી ભાઈ પર પડ્યો, જેના કારણે તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. ઘટના સમયે, મૃતક બસ સ્ટેશનના પ્રવેશદ્વાર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી ભારે કાટમાળ તેમના પર પડ્યો. બસ સ્ટેશનના ઉપરના માળેથી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલો એક સુશોભન ટુકડો અને લોખંડની ફ્રેમ તૂટીને નીચે પડી ગઈ.
