સંબંધિત સમાચાર
- World Yoga Day 2026: અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત
- વિશ્વ યોગ દિવસ પર ગુજરાત રચશે ઇતિહાસ: 1.25 કરોડથી વધુ નાગરિકો એકસાથે કરશે યોગાભ્યાસ
- ગુજરાતના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં 75% નો વધારો, તાર ફેન્સિંગ યોજનામાં પણ મોટો સુધારો
- Banaskantha Floods- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા પ્રવાસે,
- ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો
વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણસામાં કર્યો યોગાભ્યાસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
માણસાની સાયન્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, જનપ્રતિનિધિઓ અને યોગપ્રેમીઓ જોડાયા હતા. "સ્વસ્થ જીવન માટે યોગ" થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના શારીરિક અને માનસિક લાભો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત તેમજ માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પણ યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
