પાલિતાણામાં ગિરિરાજ પર્વત પર સિંહ દેખાયો
ગુજરાતના પાલિતાણામાં ગિરિરાજ પર્વતની સીડીઓ ચઢતા એક સિંહ જોવા મળ્યો હતો. આ એ જ સ્થાન છે જ્યાં થોડા સમય પહેલા સિંહ જોવા મળ્યો હતો. તાજેતરમાં, સિંહ વારંવાર આ જ વિસ્તારમાં ફરતો જોવા મળ્યો છે. આ ઘટનાથી યાત્રાળુઓ અને સ્થાનિક ભક્તોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વન વિભાગે આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
જૈનોના સુપ્રસિદ્ધ તિર્થધામ પાલિતાણામાં ગિરિરાજ શેત્રુજી પર્વત પર યાત્રાળુઓ પદયાત્રા કરીને શિખર ચડી રહ્યા હતા. ત્યારે અચાનક સિંહ આવી જતા પદયાત્રીઓમાં નાસભાગ મચી ગઈ હતી