સંબંધિત સમાચાર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ
- Assembly Election: અમિત શાહ રજુ કરશે બંગાળ માટે આજે ભાજપાનો સંકલ્પ પત્ર, જાણો કયા મુદ્દા પર થશે ફોકસ
- મમતા બેનર્જીના 'ઉશ્કેરણીજનક' નિવેદનોથી ભાજપ ગુસ્સે, ટીએમસી સામે કાર્યવાહીની માંગણી કરવા ચૂંટણી પંચને મળ્યો
- AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન
- મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર
ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ
ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાનો સિલસિલો યથાવત છે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, તેમ છતાં હજુ પણ હજારો બેઠકો પર નામ જાહેર કરવાના બાકી હોવાથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની વધારાની બેઠકો બોલાવીને બપોર સુધીમાં બાકીના તમામ મૂરતિયાઓના નામ જાહેર કરી દેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભાજપનો સોશિયલ એન્જિનિયરિંગ: 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ
આ ચૂંટણીમાં ભાજપની રણનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે પોતાની બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં સૌથી વધુ 8, સિદ્ધપુરમાં 4, વિરમગામ અને દહેગામમાં 3-3 મુસ્લિમ ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કલોલ, ધંધુકા અને સાણંદની વિવિધ પંચાયતોમાં પણ મુસ્લિમ ઉમેદવારોને પક્ષે પસંદ કર્યા છે.
સુરેન્દ્રનગર મનપામાં જૂના જોગીઓના પત્તા કપાયા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરીકે જાહેર થયા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે પક્ષે કડક વલણ અપનાવીને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અથવા ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટણી લડનારા નેતાઓને ટિકિટ આપી નથી. આ નિયમને કારણે પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિત પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા દિગ્ગજોના પત્તા પણ કપાઈ ગયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ગાંધીનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/aiPKgo6AGq
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/4lxKEqcXN1
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
અમદાવાદમાં લીગલ સેલની બાજ નજર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકો પર ઉમેદવારી ફોર્મમાં કોઈ ભૂલ ન રહે તે માટે ભાજપે દરેક વિધાનસભા દીઠ લીગલ નિષ્ણાતોની ટીમ તૈયાર કરી છે. આ ટીમો ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરશે અને ફોર્મ રદ ન થાય તેની તકેદારી રાખશે. ફોર્મ ભરવામાં કોઈ કાનૂની ક્ષતિ ન રહી જાય તે માટે ઉમેદવારોને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પાર્લામેન્ટરી બોર્ડમાં મંથનનો અંતિમ તબક્કો
ગાંધીનગર, પાટણ અને નર્મદા જિલ્લાની યાદીઓ જાહેર થયા બાદ હજુ પણ કેટલીક બેઠકો પર ખેંચતાણ જોવા મળી રહી છે. બાકી રહેલી પાલિકા અને પંચાયતો માટે આજે પણ પાર્લામેન્ટરી બોર્ડમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખૂણેથી ઉમેદવારોના નામ સ્પષ્ટ થઈ જશે, જેથી આવતીકાલે છેલ્લી તારીખે તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકે.
