ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના અવસર પર આ કરાર જાહેર કરવામાં આવ્યો હતો, જે રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપશે. પ્રોજેક્ટમાં અંદાજે 25,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને તેનો વિકાસ વર્ષ 2028થી તબક્કાવાર શરૂ થશે.
આ ડેટા સેન્ટર દ્વારા ગુજરાતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવા રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આ પહેલ ગુજરાત IT/ITeS નીતિ (2022-27)ને અનુરૂપ છે, જે ટકાઉ ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકે છે.
પ્રોજેક્ટ અમલમાં આવતાં બાંધકામ અને સંચાલન ક્ષેત્રે હજારો લોકોને સીધી તથા આડકતરી રીતે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે.