ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2017 (13:31 IST)

ગુજરાતીઓનો આફ્રિકા પ્રેમ જાણીતો - AFDBની બેઠકમાં મોદી બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી સામાન્ય સભાનું 22થી 26 મે સુધી આયોજન કરાયું છે. જેના ભાગરૂપે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મ મંદિર પહોંચ્યા છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આફ્રિકા અને ભારતનો નાતો બહુ જુનો છે અને ગુજરાતીઓનો આફ્રિકા પ્રેમ બહુ જાણીતો છે.' તેમણે કહ્યું હતું કે આફ્રિકામાં ગુજરાતી પ્રજા વેપાર કરે છે. ભારત-આફ્રિકાના વેપારી સંબંધો મજબૂત થયા છે.

ભારતીની પોલિસીમાં આફ્રિકા પ્રથમ હરોળમાં, આફ્રિકન દેશો સાથે ભાગીદારીથી વિકાસ  મહાત્મા ગાંધીએ આફ્રિકામાં લડત આપી હતી, ભારત-આફ્રિકાનો નાતો બહુ જૂનો છે. ભારત શૈક્ષણિક રીતે આફ્રિકા સાથે જોડાયેલુ છે તમામ 54 આફ્રિકન દેશોના ભારત સાથે સંબંધ આફ્રિકામાં પણ કેટલાક હિન્દી શબ્દો બોલાય છે આપણે સાથે ચાલીશું તો સાથે વિકાસ પામીશું ઇન્ડિયા-આફ્રિકા કોરિડોર પર અમારું ફોક્સ. 15 વર્ષથી ભારત-આફ્રિકાના સંબંધો વધ્યા છે. હજુ બેંકિંક ક્ષેત્રે સુધારા માટે અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. મોટા પડકારોને પાર કરી આપણે આગળ વધીશું.સોમવારે સવારે ઈન્ડો-આફ્રિકા પાર્ટનર્સ ઈન ગ્રોથ નામના પ્રદર્શનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, પ્રદર્શનથી ભારત અને આફ્રિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ સુદ્રઢ બનશે. મુખ્યમંત્રીએ રસપૂર્વક પ્રદર્શનને નિહાળ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, આવા પ્રકારના ટ્રેડ એક્ઝિબિશનથી ભારત અને આફ્રિકાના ઉદ્યોગગૃહો એકબીજાને વધુ સારી રીતે સમજી શકશે જેનાથી દેશોમાં વધુ ઉદ્યોગો સ્થપાશે. વધુ રોજગારીનું સર્જન થશે એટલું નહીં એકબીજા વચ્ચે આયાત અને નિકાસની પ્રવૃત્તિને વેગ મળશે.