સંબંધિત સમાચાર
- ભરૂચમાં વિકાસકાર્યોનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને સહાયનું વિતરણ
- પીએમ મોદીએ એલપીજી કટોકટીની અફવાઓ પર પ્રહાર કરતા કહ્યું, "જે લોકો ગભરાટ ફેલાવે છે તેઓ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
- LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત
- શુ પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, ભારતમાં ખતમ થવાનો છે સ્ટૉક ? જાણો શુ છે હકીકત
- સુહાગરાત મનાવતા પહેલા..RJ મહવશે પલાશ મુચ્છલને માર્યો ટોણો, લગ્નના દિવસે દગો આપનારા પુરૂષો પર ઉડાવી મજાક
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહો: CM ભૂપેન્દ્ર પટેલની જનતાને અપીલ
Gujarat CM Bhupendra Patel
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાઈ રહેલી અફવાઓ પર વિરામ મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાઈને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી. સરકાર દ્વારા સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર બે દિવસે પેટ્રોલ, ડીઝલ તેમજ ગેસના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી જનતાને કોઈ મુશ્કેલી ન પડે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
— Gujarat Information (@InfoGujarat) March 24, 2026
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...#NoPanicPlease… pic.twitter.com/BnFYh3booG
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો 'બફર સ્ટોક' ઉપલબ્ધ છે. વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપો પર નિયમિત રીતે જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા મેસેજથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી વગરના સંદેશાઓ ફોરવર્ડ ન કરવા માટે પણ તંત્ર દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે.
વહીવટી તંત્રએ સંગ્રહખોરી કરનારાઓ અને ખોટી રીતે પંપ બંધ રાખનારા ડીલરો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. હાલમાં સુરક્ષાના ભાગરૂપે વાહનો સિવાય બોટલ કે બેરલમાં પેટ્રોલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન સાથે મળીને સરકાર એ બાબત સુનિશ્ચિત કરી રહી છે કે રાજ્યના દરેક ખૂણે ઇંધણનો પુરવઠો જળવાઈ રહે, તેથી જનતાએ પેનિક બાયિંગ (ગભરાટમાં ખરીદી) થી બચવું જોઈએ.
