ગુજરાતની ભવ્ય સિદ્ધિ: પાટણની 'રાણકી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયા લેવલે મળ્યો 'ગોલ્ડ મેડલ
ran ki vav
પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ' (રાણકી વાવ) ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. આ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026 માં ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ખાસ સન્માન "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે.
Our heritage continues to inspire and the world continues to applaud. The 17th WOW Awards Asia 2026 honoured Rani Ki Vav's 3D Projection Mapping Show with the Gold Award, celebrating our commitment to presenting Gujarat's timeless stories through innovation, creativity and… pic.twitter.com/POq3EzhxEX
— Gujarat Tourism (@GujaratTourism) July 13, 2026
પ્રવાસીઓના અનુભવને વધુ ભવ્ય બનાવવાનો પ્રયાસ
ભારતના સૌથી પ્રખ્યાત અને અજોડ ઐતિહાસિક સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણકી વાવ દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પ્રવાસીઓના આ મુલાકાત અનુભવને વધુ ટેકનોલોજીકલ, રસપ્રદ અને યાદગાર બનાવવાના હેતુથી, ગુજરાત સરકાર દ્વારા અહીં અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ધોરણે સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન અને પ્રવાસીઓનો અદભુત પ્રતિસાદ
આ ભવ્ય પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું. શોની શરૂઆત થઈ ત્યારથી જ નિયુક્ત એજન્સી દ્વારા તેના સંચાલન અને જાળવણીની કામગીરી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. આ નવતર પ્રયોગ ખૂબ જ ઝડપથી લોકપ્રિય બન્યો છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 12 જુલાઈ, 2026 સુધીમાં જ 44,209 થી વધુ મુલાકાતીઓ આ અદભુત શોનો આનંદ માણી ચૂક્યા છે.
આધુનિક ટેકનોલોજી અને ઐતિહાસિક વારસાનો સુમેળ
અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026 ના નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો અને આ સન્માન મળ્યા બાદ તેની સફળતા વધુ દીપી ઉઠી છે. આ સુવર્ણ ચંદ્રક દર્શાવે છે કે કેવી રીતે અત્યાધુનિક ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત કરી શકાય છે, જેના કારણે પ્રવાસીઓને એક અનોખો અને રોમાંચક અનુભવ મળી રહ્યો છે.
