1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2024 (08:18 IST)

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ

Heat wave in gujarat-શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે આપ્યા મોટા 7 આદેશ
 
રાજ્યની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય કચેરી દ્વારા ઉનાળામાં સતત વધી રહેલી ગરમીને ધ્યાને રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે કામ કરાવી શકાશે નહી.
ગુજરાત હિટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે.. આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ કરાયો છે. 
 
અમદાવાદ સહિત ગુજરાતના તમામ મહાનગરોમાં ગરમીનો પારો 40 પાર થઇ ચુક્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકો વિહ્વળ બન્યા છે. બપોરે રોડ પર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે
 
 સરકાર દ્વારા આગામી બે મહિના માટે તમામ શ્રમીકોને બપોરે 1થી4 દરમિયાન કામમાંથી છુટ્ટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમનું તમામ એકમોએ ફરજીયાત પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
 
10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.. 
 
શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના
સરકારી હોસ્પિટલ, સીએચસી-પીએચસી પર પુરતો દવાનો જથ્થો રાખવા સૂચના કરાયું છે