1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Surat Municipal Corporation elections: Panel of candidates ready for 120 seats

સુરત મનપા ચૂંટણી: 120 બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર, અનેક દિગ્ગજોના પત્તા કપાયા

local body election

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પગલે સુરત મનપા ચૂંટણી  કબજે કરવા માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. સુરત મનપાની 120 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.

પક્ષ દ્વારા સ્ક્રુટિની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. એટલે કે 120 બેઠકો માટે કુલ 360 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જે અંતિમ મંજૂરી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે.

સુરતમાં મનપાની ચૂંટણી માટે કુલ 2080 જેટલા દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. પરંતુ પક્ષની નો-રીપીટ થિયરી, વય મર્યાદા અને અન્ય માપદંડોને કારણે 1720 જેટલા દાવેદારોના નામ પર કાતર ફેરવી દેવામાં આવી છે. જેના કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે.

હાલમાં તૈયાર થયેલી 360 નામોની પેનલમાંથી અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે. ટિકિટની આશા રાખી બેઠેલા હજારો કાર્યકરોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે નવા ચહેરાઓને તક મળવાની શક્યતા વધી રહી છે.
 

નિયમોનો આકરો અમલ, વય મર્યાદા અને નો-રીપીટ થિયરીથી દિગ્ગજો આઉટ

આ વખતે Bharatiya Janata Party દ્વારા ઉમેદવારી પસંદગીમાં ‘વય મર્યાદા’ અને ‘નો-રીપીટ થિયરી’નો કડક અમલ કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ નીતિના કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો તેમજ વર્ષોથી પક્ષમાં દબદબો ધરાવતા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે.

પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપવાની નીતિને કારણે યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. બીજી તરફ વર્ષોથી ટિકિટની આશા રાખીને બેઠેલા ઘણા સિનિયર નેતાઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

હાલ તૈયાર કરાયેલ 360 નામોની પેનલમાંથી અંતિમ 120 ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા હવે આગળ વધશે. હવે સૌની નજર પ્રદેશ હાઈકમાન્ડ અને પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ નિર્ણય પર ટકેલી છે.

ये भी पढ़ें
સુરત ડાયમંડ બોર્સ: “કોઈપણને ઈર્ષ્યા થાય તેવું બિલ્ડીંગ બનાવ્યું છે” – હર્ષ સંઘવી