સંબંધિત સમાચાર
- અર્નિંગ વેલ - લિવિંગ વેલ: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા મુખ્યમંત્રીનો માસ્ટર પ્લાન
- અમદાવાદમાં ઐતિહાસિક મહામુકાબલો: 1.35 લાખ દર્શકોની સાક્ષીમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ - હર્ષ સંઘવી
- કોમિલામાં મંદિર પાસે વિસ્ફોટ, સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ કરવાનો પ્રયાસ; ત્રણ ઘાયલ
- નોર્વે હચમચી ઉઠ્યું, ઓસ્લોમાં યુએસ એમ્બેસી નજીક જોરદાર વિસ્ફોટ
- 50 થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મોકલનાર બદમાશને અમદાવાદ પોલીસે પશ્ચિમ બંગાળથી પકડ્યો
સુરતને 920 કરોડના વિકાસ કામોની ભેટ: સી. આર. પાટીલના હસ્તે 'ડુમસ સી-ફેસ' ફેઝ-1નું લોકાર્પણ
Surats Dumas Seaface Phase 1 Inaugurated By CR Patil
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે રૂ. 166 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ' પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ફેઝ-૧માં આધુનિક વોક-વે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશની જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં સુરતને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર એક નવી અને 'વર્લ્ડ ક્લાસ' ઓળખ અપાવશે.
સુરતને 920 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ
ડુમસ સી-ફેસની સાથે સુરત શહેરને કુલ રૂ. 920 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે, જેમાં રૂ. 673.12 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત સામેલ છે. નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા રાંદેર ખાતે રૂ. 271.63 કરોડના ખર્ચે 160 MLD ક્ષમતાનો અત્યાધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રેનેજ નેટવર્ક અને સુએજ પંપીંગ સ્ટેશનોનું ખાતમુહૂર્ત પણ કરાયું છે.
આવાસ યોજના, કોમ્યુનિટી હોલ અને ગ્રીન એનર્જી
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભેસ્તાન અને પાલનપોર-ભેંસાણ ખાતે રૂ. 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આધુનિક આવાસો તેમજ લિંબાયત અને ગોપીપુરામાં નવા કોમ્યુનિટી હોલ જનતા માટે ખુલ્લા મુકાયા છે. પર્યાવરણ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 56 કરોડના ખર્ચે 6.3 મેગાવોટ ક્ષમતાનો નવો 'વિન્ડ પાવર પ્લાન્ટ' પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
આગામી આયોજનો અને મહાનુભાવોનો સંદેશ
શહેરી વિકાસને વધુ વેગ આપવા સરથાણા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ અને મહારાણા પ્રતાપ ગાર્ડનનું રિ-ડેવલપમેન્ટ તેમજ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ફ્લાય ઓવરબ્રિજ નીચે રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને આ નવી વિરાસતને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી, જ્યારે મેયર દક્ષેશભાઈ માવાણીએ આ પ્રોજેક્ટને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારી વધારનાર ગણાવ્યો હતો.
