1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. The term of public representatives in 6 municipalities of Zarat has ended, the administration of the cities is now in the hands of IAS officers

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ, શહેરોનો વહીવટ હવે IAS અધિકારીઓના હાથમાં

administration of the cities is now in the hands of IAS officers
administration of the cities is now in the hands of IAS officers
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી અધિસૂચના મુજબ, રાજ્યની 6 મોટી મહાનગરપાલિકાઓ - અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સ્થાને વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારીઓને આ મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે.
 

કયા શહેરમાં કયા IAS અધિકારી બન્યા વહીવટદાર?

 
સરકારના આદેશ અનુસાર અલગ-અલગ શહેરોમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. અમદાવાદમાં મુકેશ કુમાર, સુરતમાં મિલિન્દ તોરવણે, વડોદરામાં શાલિની અગ્રવાલ, ભાવનગરમાં હર્ષદ પટેલ, જામનગરમાં આરતી કંવર અને રાજકોટમાં રેમ્યા મોહનની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, આ 6 મહાનગરપાલિકાઓમાં નિમાયેલા મોટાભાગના અધિકારીઓ અગાઉ જે તે જિલ્લામાં પોતાની ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેઓ ત્યાંની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે.
 

ચૂંટણીમાં વિલંબ પાછળનું મુખ્ય કારણ

 
સામાન્ય રીતે પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવી ચૂંટણી યોજાતી હોય છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. રાજ્યમાં હાલ SIR ની પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજી શકાઈ નથી. પરિણામે, જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય અને નવી ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી શહેરોના સુચારુ વહીવટ માટે અને વિકાસના કામો ન અટકે તે માટે રાજ્ય સરકારે આ વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે.
 

આગામી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતા

 
વહીવટદારોનું શાસન ભલે લાદવામાં આવ્યું હોય, પરંતુ આ માત્ર એક હંગામી વ્યવસ્થા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આગામી એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ અટકેલી ચૂંટણીઓ યોજાવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
 

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ
 

ચૂંટણી યોજાવાની શક્યતાઓને પગલે રાજ્યના રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સાત જેટલી કમિટીઓની રચના કરીને બેઠકોનો દૌર શરૂ કરી દેવાયો છે. આ ઉપરાંત, યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
 
ये भी पढ़ें
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઈનલ જંગ, સુરક્ષાનો અભેદ્ય કિલ્લો