1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. To Stop Infiltration At India Bangladesh Border Starts Buzz In Gujarat Know How Many Mugger In Vadodara

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

vishwamitri river mugger crocodiles news
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની સમસ્યાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નવતર સૂચન કર્યું છે. સરહદના એવા વિસ્તારો જ્યાં નદીઓ અને કળણ હોવાને કારણે તારની વાડ બનાવવી મુશ્કેલ છે, ત્યાં કુદરતી અવરોધ તરીકે મગર અને ઝેરી સાપનો ઉપયોગ કરી શકાય કે કેમ તે અંગે BSF (સીમા સુરક્ષા બળ) દ્વારા વિશેષ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના જો સફળ રહેશે, તો સરહદ સુરક્ષામાં પ્રાણીઓનું યોગદાન એક મહત્વનો વળાંક સાબિત થશે.

 

સરહદની ભૌગોલિક સ્થિતિ અને કુદરતી અવરોધની જરૂરિયાત

 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આશરે 175  કિમીનો સરહદી વિસ્તાર નદીઓ અને કળણવાળો છે, જેમાં ઇચ્છામતી, રાયમંગલ અને હરિભંગા જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વારંવાર આવતા પૂર અને ભૌગોલિક વિષમતાઓને કારણે કાયમી વાડ બાંધવી ટેકનિકલ રીતે પડકારજનક છે. આથી, આ જળપ્લાવિત વિસ્તારોમાં મગર જેવા હિંસક સરીસૃપોને મુક્ત કરવાથી ઘૂસણખોરોમાં ડર પેદા થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે.
 
સોશિયલ મીડિયા પર ગુજરાત અને બંગાળ વચ્ચે રોચક ચર્ચા
 
આ પ્રસ્તાવ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. વડોદરાના યુઝર્સ ગર્વથી કહી રહ્યા છે કે 'સંસ્કારી નગરી' ના મગરો દેશની રક્ષા માટે હંમેશા તૈયાર છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના યુઝર્સે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સુંદરવન પહેલેથી જ દુનિયાના સૌથી મોટા સરીસૃપોનું ઘર છે, તેથી તેમને ગુજરાતથી મગર મંગાવવાની જરૂર નથી. આ પ્રાકૃતિક ઇકોલોજીકલ ક્લીનર્સ ઘૂસણખોરી રોકવા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
વડોદરા: મગરોની નગરી તરીકેની વૈશ્વિક ઓળખ
 
ગુજરાતનું વડોદરા શહેર તેના મગરો માટે વિશ્વભરમાં જાણીતું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું કુદરતી આશ્રયસ્થાન છે. અગાઉ પૂર દરમિયાન મગરો રહેણાંક વિસ્તારોમાં અને ઘરની છત પર પણ જોવા મળ્યા હોવાની ઘટનાઓ બની છે. પાવાગઢથી નીકળીને ખંભાતના અખાતને મળતી આ નદીમાં મગરોની સંખ્યા અને તેમનું સંવર્ધન કુદરતી રીતે જ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે.
 
વડોદરામાં મગરોની લેટેસ્ટ વસ્તી ગણતરીના આંકડા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુ (IAS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2026 માં કરવામાં આવેલી લેટેસ્ટ વસ્તી ગણતરી અનુસાર વડોદરામાં મગરોની કુલ સંખ્યા 417 નોંધાઈ છે. આ આંકડો દર્શાવે છે કે શહેરી વિસ્તાર હોવા છતાં અહીં મગરો સુરક્ષિત રીતે રહી રહ્યા છે. BSF ના સ્ટડી રિપોર્ટ બાદ જો મગરોને સરહદ પર મોકલવાનો નિર્ણય લેવાશે, તો વડોદરાના મગરોની ભૂમિકા મહત્વની બની શકે છે.
ये भी पढ़ें
US Iran War News:સમયમર્યાદા પહેલા જ, અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો કર્યો, પુલો અને હાઇવેને નિશાન બનાવ્યા