1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vhp Vadodara President Rajendrabhai Barot Joins Congress After Big Set Back Bjp In City

વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા

Vhp Vadodara President Rajendrabhai Barot Joins Congress
Vhp Vadodara President Rajendrabhai Barot Joins Congress
 ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ખુદને મજબૂત બનાવવામાં લાગેલી કોંગ્રેસને વડોદરામાં મોટી સફળતા મળી છે. બુધવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવાના થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વડોદરા જીલ્લા અધ્યક્ષ કોંગ્રેસમાં શામેલ થઈ  ગયા. ગુજરાતમાં બીજેપીને આ પહેલા બે મોટા ઝટકા લાગ્યા હતા. રાહુલ ગાંધીના વડોદરા પ્રવાસ પછી બીજેપીમાંથી જીતેલા બે કોર્પોરેટર કોંગ્રેસમા જોડાય ગયા હતા. તેમા આશીષ જોશી અને પારૂલ પટેલનો સમાવેશ હતો. આ અવસર પર ગુજરાતમાં છ વારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા અને કેટલાક અન્ય નેતા સામેલ થયા હતા. આ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા બાદ મઘુ શ્રીવાસ્તવની બીજી પુત્રી પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ હતી.   
 

VHP જીલ્લા અધ્યક્ષની કોગ્રેસમાં એંટ્રી  

 
ચૂંટણીઓ વચ્ચે હવે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારોટ અમદાવાદમાં કોંગ્રેસમાં જોડાયા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી હાજર રહ્યા હતા. આ પ્રસંગે, VHP વડોદરાના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ બારોટે જણાવ્યું હતું કે હું દૂધમાં ખાંડની જેમ ભળીને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડીશ. બારોટે કહ્યું કે લોકશાહી બચાવવા અને બંધારણનું રક્ષણ કરવા માટે, આપણે બધાએ ભાજપના વિભાજનકારી વોટ-બેંક રાજકારણ સામે એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં લોકશાહી છે, સરમુખત્યારશાહી નહીં.
 

NCP નેતાએ પણ પકડ્યો કોંગ્રેસનો હાથ 

 
આ પ્રસંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના યુવા પાંખના ભૂતપૂર્વ વડા જિગ્નેશ જોશી પણ કોંગ્રેસમાં જોડાયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. રાજ્યમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચ 28 એપ્રિલે 9024 બેઠકો માટે પરિણામો જાહેર કરશે. ચૂંટણી પંચની પત્રકાર પરિષદ બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાના કોંગ્રેસમાં જોડાવાથી રાજકીય હલચલ મચી ગઈ છે. વાસ્તવમાં, સામાન્ય રીતે હિન્દુ સંગઠનોમાં કામ કરતા અધિકારીઓ ભાજપની વિચારધારાની નજીક માનવામાં આવે છે, પરંતુ રાજેન્દ્રભાઈ બારોટે કોંગ્રેસમાં જોડાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ये भी पढ़ें
ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન