1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. where international yoga day celebrated in 2026

વિશ્વ યોગ દિવસ પર ગુજરાત રચશે ઇતિહાસ: 1.25 કરોડથી વધુ નાગરિકો એકસાથે કરશે યોગાભ્યાસ

yoga day in Gujarat
yoga day in Gujarat
સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉત્સાહના ભાગરૂપે ગુજરાતમાં આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ વર્ષની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવશે, જેમાં 4,000થી વધુ નાગરિકો એકસાથે જોડાઈને યોગાભ્યાસ કરશે.

'Yoga for Healthy Aging' થીમ અને 24,000 કાર્યક્રમોનું આયોજન

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ થીમ 'Yoga for Healthy Aging' રાખવામાં આવી છે, જેના અંતર્ગત સિનિયર સિટીઝન્સના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ થીમ આધારિત 10થી વધુ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂક્યા છે. આગામી યોગ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતની શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઇન્ડસ્ટ્રીઝ, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળીને કુલ 24,000 જેટલા નાના-મોટા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
 

1.25 કરોડથી વધુ નાગરિકોની સામૂહિક ભાગીદારી

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે યોગ દિવસને જન-જન સુધી પહોંચાડવા માટે મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ માહિતી આપતા ઉમેર્યું કે, યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1.25 કરોડથી પણ વધુ નાગરિકો એક જ સમયે ઓન-ગ્રાઉન્ડ યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને સ્થાનિક સામાજિક સંસ્થાઓના સંકલન સાથે વિવિધ સમિતિઓ કાર્યરત છે.

રાજ્યવ્યાપી 'યોગ સપ્તાહ' અને 33 જિલ્લાઓમાં સામૂહિક યોગાભ્યાસ

આ મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં 14 જૂનથી 20 જૂન સુધી વિશેષ 'યોગ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન સફાઈ કર્મચારીઓ,  મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને ખેડૂતો જેવા સમાજના જુદા-જુદા વર્ગોને સાંકળીને 12 જેટલા ખાસ કાર્યક્રમોનું માળખું તૈયાર કરાયું છે, જેમાંથી 10 કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે અને બાકીના 2 કાર્યક્રમો આગામી બે દિવસમાં યોજાશે. આ ઉપરાંત, 21 જૂને રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી 8,899 અને સોના 5,350 ઘટ્યા; આજના ભાવ તપાસો