ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગણતંત્ર દિન
Written By વેબ દુનિયા|

ગાંધી અને ગાંધીગીરી

N.D
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને જેમણે આઝાદીની લડાઈ લડવાની એક કઠણ શૈલી શોધી હતી, જેની મૌલિકતાની આખી દુનિયામાં કોઈ મિસાલ નથી.

ગાંધીજીના પથ પર ચાલવાથી જીવનમાં મૂલ્યો સ્થાપિત થાય છે, પરંતુ તેમના પથ પર ચાલવુ સરળ નથી. આપણે બધાએ 'લગે રહો મુન્નાભાઈ' જોવી ગમી. તેમા સંજય દત્તે અપનાવેલો રસ્તો પણ ગમ્યો, પરંતુ શુ આજે આપણામાંથી કોઈનામાં એ માર્ગ અપનાવવાની હિમંત છે. આજે તો મુખ્ય વાત એ કે કોઈપણ વ્યક્તિને પ્રેમથી બોલતા નથી આવડતુ. કાંઈ પણ કહેવુ હોય તો ગુસ્સાથી જ કહેશે. એકવાર, બે વાર પછી જો સામેવાળી વ્યક્તિએ વાત ન સાંભળી તો હિંસા પર ઉતારુ થઈ જશે. આવા મગજના લોકો શુ કદી ગાંધીના પથ પર ચાલી શકે ખરા ? ગાંધીજી જો આવા મગજના હોત તો અંગ્રેજો સહી સલામત પાછા ફરી શકત નહી.

સાચુ કહો તો ગાંધીજી ભારતીયતાના પ્રતિક હતા, કારણ કે તેમણે સામાન્ય માણસની આત્મનિર્ભરતા, સરળતા, નૈતિકતા, કર્તવ્યનિષ્ઠા, સાદગી અને સહજતાને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેને કોઈના પર આદર્શ બનાવીને થોપવાનો કદી પ્રયત્ન નહોતો કર્યો. આ વાતને ગાંધીજીએ એક વ્યક્તિથી ઉપર ઉઠીને એક વિચાર બનાવી દીધો. તેથી જ તો ભલે તેઓ આજે આપણી વચ્ચે હાજર નથી, પરંતુ તેમના વિચાર આજે પણ કાયમ છે.

આપણે જ્યારે પણ એતિહાસિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિના વિશે વાત કરીએ છીએ તો એ વ્યક્તિના જીવનકાળની પરિસ્થિતિઓનુ ભાન હોવુ ખૂબ જ જરૂરી છે. આજે આઝાદીના છ દસકા બાદ પણ શહેરોમાં ચમક દમક વધી ગઈ છે પરંતુ અપરાધોમાં થનારો વધારો, સમાજમાં ફેલાતો અસંતોષ, સતત થઈ રહેલી આતંકવાદની ઘટનાઓ, તૂટી રહેલા સામાજિક મૂલ્યો અને સતત નૈતિક પતનની આ પ્રક્રિયામાં ફરીથી આપણે ગાંધીજી તરફ જ જોવુ પડશે. તેમના વિચારોને અપનાવવા પડશે, કારણ કે આજનો ભૌતિકવાદી યુગ, ગાધીગીરી યુગ જ છે, પરંતુ જરૂર છે ફક્ત ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલવાની.

IFM
લગે રહો મુન્નાભાઈમાં પણ ગાંધીજીના આદર્શને સામાન્ય માણસની જીંદગીમાં ઉતારવામાં આવ્યા છે તેને આદર્શ બનાવીને થોપવામાં નથી આવ્યા. જો તમે પણ તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારીશુ તો તમારી સમસ્યાઓનુ સમાધાન સરળતાથી મળી શકશે.