શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગણતંત્ર દિવસ
Written By વેબ દુનિયા|

આકાશ આંબી રહ્યા છે ભારતીયો....

W.D
સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે.

છેલ્લા 63 વર્ષોથી અતુટ અને અખંડ રહ્યો જે ભારતની એકમાત્ર સિદ્ધી છે. આફ્રિકા અને દક્ષીણ અમેરિકાની સંયુક્ત જનસંખ્યા કરતાં વધુ એટલે કે, સવા અબજ લોકો સ્વતંત્રતાના મીઠાં છાયડાં નીચે એક જ સરકારના આધિન થઈને હળીમળીને જીવન વ્યતીત કરી રહ્યા છે. સમગ્ર માનવજાતીનો છઠ્ઠો ભાગ એક જ સ્વતંત્ર રાષ્ટ્રમાં રહેતો હોય તેવુ ઈતિહાસમાં પહેલા કદી બન્યુ નથી.

ટેક્સાસ વિશ્વવિધાલયના પ્રોફેસર રોસ્ટો બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મહત્વપુર્ણ ઘટના ભારતની આઝાદીને માને છે. સંવિધાનમાં પાયાના અધિકારોની દ્રષ્ટ્રીએ આપણે યુનાઈટેડ કિંગડમ કરતાં પણ વધુ ધર્મ નિરપેક્ષ છીએ કારણ કે, ત્યાં કોઈ રોમન કેથોલીક, રાજા અથવા લોર્ડચાન્સેલર નથી બની શકતા. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારતના સંવિધાને આપણને આકાશને આંબતી પ્રગતિ કરવા માટે તથા મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યા છે.

પુંજીપતિઓ અને શ્રમજીવીઓનો અનોખો સંગમ-

પંદર વિવિધ ભાષા અને અઢીસોથી વધુ બોલીઓ ભારતમાં છે. આટલી વિવિધતા વિશ્વના અન્ય કોઈ લોકશાહિ દેશમાં દેખાતી નથી જેથી ભારતની આ ઉપલબ્ધી મહત્વનુ સ્થાન ધરાવે છે.

ભારત માટે વિશ્વબેંક દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં બે અનુકુળ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં પહેલી વાત એ હતી કે, અહીં નવી યોજનામાં રોકાણ માટે પ્રચુર પુંજી તથા અસિમિત શ્રમજીવીઓનો ભંડાર છે.કુદરત ભારત પર હરહંમેશ મહેરબાન રહી છે, દેશ કોઈ મુશ્કેલી સામે ઝઝુમી રહ્યો હોય ત્યારે તેણે મહાન નેતાઓને ભેંટ સ્વરૂપે દેશને આપ્યા છે જેમણે દેશના કરોડો લોકો મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. હાલની પેઢી એવા ગાંધીજી જેવા મહાન નેતાની વાટ જોઈ રહી છે જે લોકોને નૈતીક મુલ્યોનો અર્થ સમજાવી શકે.

(નની પાલખીવાલા- 'લો એન્ડ પ્રેક્ટીશ ઓફ ઈન્કમ ટેક્સ'ના લેખક)