શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. ગણતંત્ર દિવસ
Written By કલ્યાણી દેશમુખ|

સ્વાંતંત્ર સંગ્રામના ૩૫ લડવૈયાઓમાંથી એક જ અરવલ્લીના લડવૈયા હયાત

P.R

ભારતની આઝાદી માટેની ચળવળમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સ્વાંતંત્ર સંગ્રામના ૩૫ લડવૈયાઓમાંથી એક જ અરવલ્લી જિલ્લાના મેઘરજના લડવૈયા હયાત છે.

સાબરકાંઠાના પ્રદાનના મૂળ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે વણાયેલા છે. આશરે દોઢસો વર્ષ પહેલાંની સ્વાતંત્ર્ય માટેની ચેતના મચાવીને દેશ ભક્તિના આગવા દર્શન કરાતી સાબરકાંઠા અને અરવલ્લીની સુવર્ણ ભૂમિએ કેટલાય નામી અનામી દેશભક્તો, સ્વાતંત્રના વીર યોદ્ધાઓની માતૃભૂમિના ચરણે થયા છે. જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ- માલપુર મોડાસા અને સાબરકાંઠા જિલ્લાના ઇડર, હિંમતનગર, મુડેટી, ચોડપ, પ્રાંતિજ વગેરે પ્રદેશોએ ૧૮૫૭થી રાષ્ટ્રીય જાગૃતિનું દર્શન કરાવ્યું હતું.

સરકારી માહિતી પ્રમાણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તે વખતે ૩૫ વધુ સ્વાતંત્ર્ય સૈનિકો હતા તે પૈકી અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરના આનંદીલાલ હરિશંકર પંડયા ઉ.વ.- ૯૦ જે સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા હજુ પણ જિલ્લામાં હયાત છે. સાબરકાંઠા જિલ્લાનો સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ મોડાસાના મથુરદાસ લાલજીભાઈ ગાંધીની આસપાસ વિંટળાયેલો હતો દેશ માટે જાત ન્યોચ્છાવર કરવાનો રણશિંગુ અરવલ્લી જિલ્લામાં પહેલવહેલું ફૂંકનાર મથુર દાદા મુંબઈમાં ધમધમતો વેપાર તથા દેશી રજવાડાનો કારોબાર, મોભાદાર ભપકો છોડીને ૧૯૦૫માં ભારત માટેની રક્ષા માટે કૂદી પડયા હતા તે વખતે મેઘરજના પુનમચંદ જે. પંડયા, વલ્લવભાઈ દોશી, આનંદીલાલ હરિશંકર પંડયા, મુળશંકર મગનલાલ રાવળ તેમજ મોડાસાના રમણભાઈ સોની, પ્રેમજીભાઈ આડેસરા, મોહનભાઈ વી. ગાંધી, જયંતિલાલ રામી, ચંદુલાલ બુટાલા, મગનભાઈ પટેલ, શાંતિલાલ શાહ, રતિભાઈ રાવળ સહિત ૩૫ જેટલા સ્વાતંત્ર્ય લડવૈયાઓએ આગેવાની લીધી હતી.