શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. ગણતંત્ર દિવસ
Written By કલ્યાણી દેશમુખ|

26 જાન્યુઆરી : આજે પણ કંપાવી નાખે છે 26 તારીખ

26 જાન્યુઆરી. આપણો રાષ્ટ્રીય તહેવાર. એકદમ શુભ દિવસ. તે દિવસ જ્યારે આપણો સંવિધાન લાગૂ થયો હતો. લોકશાહી મતલબ લોકો માટે. લોકો દ્વારા શાસન, જેને સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યુ હતુ. આ દિવસની શુભતા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાડી શકાય. છતા પણ ખબર નહી કેમ વારેઘડીએ યાદ આવે છે દેશને સંકટમાં નાખનારી 26મી તારીખો. આ તારીખો જે ભયાનક છે. જે દિલને દહેલાવી નાખે છે.

P.R


એ 26મી તારીખ જેમા ચીસ અને ચિત્કાર ગૂંજી રહી છે. એ 26 તારીખ, જેમાથી કંપન અને રુદન ઉભો થઈને આવી રહ્ય છે. તેને જ્યોતિષની દ્રષ્ટિએ કુયોગ કેવી રીતે કહે ? આ જ દિવસે દેશનો ગણતંત્ર દિવસ આવે છે. એક પવિત્ર દિવસ

પરંતુ શુ એ પણ સત્ય નથી કે આ એક તારીખ ઉપરાંત આપણા દેશે 26 તારીખની અશુભતાને પણ સહન કરી છે. અંક શસ્ત્ર આ દિવસાને અશુભ માને છે. આ દાનવી શક્તિઓને સફળતા અપાવનારી તારીખ કહેવાય છે. એવુ માનવામાં આવે છે કે 23નો અંક ભારતીય પરિપ્રેક્ષ્ય માં શુભ છે તો બીજી બાજુ 26 અંક તેનાથી ઉલટુ પરિણામ આપે છે. જોવામા 23 એકબાજુ ૐ નો આભાસ કરાવે ક હ્હે તો બીજી બાજુ 26 અશુભ ચિન્હ બને છે. જે ભારતના મૂલાંકના વિરુદ્ધ હોવાથી વારે ઘડીએ સંકટ લાવે છે. આપણે આ સત્યને ઈચ્છવા છતા ટાળી નથી શકતા.


યાદ કરો 26 જાન્યુઆરી 2001ની એ સવાર. જ્યારે આખો દેશ ગણતંત્ર દિવસની સોનેરી સવાર ત્રિરંગો લહેરાવવાની તૈયારી કરી રહ્યુ હતુ. અને કાંપી ઉઠી ધરતી, કાંપી ઉઠ્યા હતા એ હાથ જે અર્ધ્ય ચઢાવી રહ્યા હતા ગણતંત્રના સૂર્યને. જોતા જ જોતા ગુજરાતના વિનાશકારી ભૂકંપના હજારોની સંખ્યામાં જનતાની બલિ લઈ લીધી. કેટલાય માસૂમ હોશ આવતા પહેલા, પોતાના વાંક વગર જ ધરતીના ગોદમાં સમાય ગયા.. આ દિવસની ભયાનક યાદ આજે પણ પણ ડરાવી દે છે.
P.R


ઈતિહાસમાં 26 ફેબ્રુઆરી 2002ની તારીખ પણ એક કાળા દિવસના રૂપમાં નોંધાયેલ છે. ગોધરાકાંડના દઝાડતા લપેડામાં કેટલાયના દિલ દાઝી ગયા. વારેઘડીએ બદલાતા નિવેદનો અને તમાશાઓ વચ્ચે ગોધરા ટ્રેનની રાખ સત્યમાં દબાએ ગઈ.


સરકારી રિપોર્ટના આંકડા પાછળથી ડોકાતુ સત્ય તડપીને બહાર પણ આવવા માંગે તો હવે આપણે ક્યા સમય છે તેને સાંભળવા સમજવનો. કારણ કે ત્યારબાદની કેટલીય 26 તારીખોના જખમ દર્દ આપી રહ્યા છે. કોનો કોનો શોક મનાવીએ ?અને ક્યા સુધી.

વિનાશ અને 26 તારીખનો સંબંધ છે કે ખતમ થતો જ નથી. પછી ભલે તે વિનાશ પ્રકૃતિજન્ય હોય કે પછી મનુષ્યજન્ય. તેણે પોતાની ક્રૂરતાથી અનેક કિસ્સા ઈતિહાસમાં નોંધાવ્યા છે.


26 ઓગસ્ટ 2003માં નાસિકના કુંભ મેળામાં સેકડો લોકો માર્યા ગયા તો બીજી બાજુ 26 ડિસેમ્બર 2004માં ઉમડેલી સૂનામીનો કહર પણ કંપાવી નાખે છે. હત્યારી લહેરે હજારો માનવોને પોતાના પેટમાં સમાવી લીધા હતા. વિકાસનો દાવો કરનારા પ્રગતિશીલ માણસ સ્તબ્ધ થઈને ઉભો ર્હી ગયો. સુનામીએ આપેલ આંસુ હજુ સુકાયા પણ નહોતા કે 26 જૂન 2004માં ગુજરાતમાં ભીષણ પૂર આવીને જનજીવનને અસ્ત વ્યસ્ત કરી ગયુ.
P.R


પ્રકૃતિનો આ કોપ આટલેથી જ થભ્યો નહી અને 26 જુલાઈ 2005મા મુબઈની અસંયમિત પૂર અશ્રુઓનો સમુદ્ર બનીને આવ્યો. આ પૂરે મુંબઈના ઘર ઘરમા બેબનીની છાપ છોડી. પ્રકૃતિની ક્રુરતા સહન કરવી માનવીની બેબસી હોઈ શકે પણ મનુષ્યની બર્બરતા સહન કરવી બેબસી નહી કમજોરી છે.
ભારતની સુંદર ધરા પર ન જાણે કોણે વાવ્યા છે નફરતના રોપા ? અવાર નવાર બોમ્બબ્લાસ્ટ ધરતીને રક્તરંજીત કરી નાખે છે. 16 મે 2007માં ગોવાહાટીમાં થયેલ બ્લાસ્ટે સેકડો લોકોને મોતના ઘાટ ઉતાર્યા. તો બીજી બાજુ 26 જુલાઈ 2008ના અમદાવાદ બ્લાસ્ટે સરકારની ઊંઘ ઉડાવી દીધી.

આ બ્લાસ્ટ પછી દેશના અન્ય ભાગમાં જે સતર્કતા અને સક્રિયતાની જરૂર હતી તે નિશ્ચિત રૂપે નથી થઈ. પરિણામ આપણી સામે છે એક વધુ 26 તારીખ. મુંબઈ હુમલામાં સેકડો લોકોની નૃશંસ હત્યાએ દરેક ભારતવાસીને તાર તાર કરી નાખ્યો. દેશના સિપાહી, પોલીસ અધિકારીઓ એક રમકડાની જેમ આપણી સામે આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવ્યા.

આ 26 તારીખોનો ખૂની ઈતિહાસ આશંકિત કરી દે છે દરેક મનને. ક્યાક ફરી કોઈ 26 તારીખ આપણો વિશ્વાસ ન લૂંટી લે. અંધવિશ્વાસની વાત ન કરીએ તો પણ સાવધાનીનો સંકેત આપે તો છે 26 તારીખ.