મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By એજન્સી|

અક્ષયકુમારની ત્રણ હેટ્રીક ફિલ્મો

નમસ્તે લંડન, હે બેબી અને ભૂલભૂલૈયાની સફળતાથી અક્ષય સૌથી શ્રેષ્ઠ

IFMIFM

એક જ વર્ષ(2007)માં 3 જેટલી હીટ ફિલ્મો આપનાર અક્ષયની આગામી ફિલ્મ પણ બ્લોકબસ્ટર થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે. "નમસ્તે લંડન", "હે બેબી" અને "ભૂલભૂલૈયા"ની સફળતાથી અક્ષય આજકાલ સાતમા આસમાને વિરાજી રહ્યો છે. હવે તેની "વેલકમ" ફિલ્મને પણ પ્રતિસાદ મળ્યો છે.

અક્ષયે આ અગાઉ કહેલું કે આ ફિલ્મ તેની તમામ કોમેડી ફિલ્મોનો બાપ છે. અક્ષયની કેટરીના કૈફ સાથેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી પણ જોરદાર જામી રહી છે. "નમસ્તે લંડન" બાદ તેઓ વેલકમ અને ત્યારબાદ "સીંઘ ઈઝ કિંગ"માં પણ સાથે જોવા મળવાના છે.

શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમીર ખાન જેવી ટોચની ખાન ત્રિપુટી સામે અક્ષય અડીખમ અને અપાર સફળતા મેળવી રહ્યો છે. શાહરૂખ સિવાય અક્ષય પણ એક એવો અભિનેતા છે જેનું ઓવરસીઝ માર્કેટ જોરદાર છે. તેના નામ પર ફિલ્મો ચાલી જાય છે. અક્ષયને જ્યારે પૂંછવામાં આવ્યું કે એક સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતો છોકરો આજે સુપરસ્ટારોની હરોળમાં વિરાજી રહ્યો છે તો તેને કેવું લાગી રહ્યું છે તો તેણે કહ્યું કે "આમાં કોઈ જાદુ નથી. હું તો માત્ર એક નસીબવંતો છું. મેં મારી બધી ફિલ્મો માટે ખુબ જ મહેનત કરી છે. પછી ભલે તે ફ્લોપ નીવડી હોય કે હીટ. આ સમયગાળો જોતા મને લાગી રહ્યું છે કે મારુ નસીબ જોર કરી રહ્યું છે."

નસીબથી સતત સફળતા મળે તેવું નથી હોતું તેના માટે તો કઈક અલગ જ વસ્તુ કામ કરતી હોય છે , જ્યારે અક્કીને એમ કહેવામાં આવ્યું તો તેણે હસતાં હસતાં કહ્યું કે "મહેરબાની કરીને તેનો યશ બીજા કોઈને ના આપો,કારણ કે નસીબ જ બધુ છે.. મારી આંતરસ્ફૂરણાને પણ નહીં. કારણ કે તે શબ્દનું ખુબ મહત્વ હોય છે. નહીં તો લોકો મારી પાસેથી વધુ હીટ ફિલ્મોની અપેક્ષાઓ રાખતા થઈ જશે. હું મારી જાતને તે બોજા હેઠળ દબાયેલી જોવા માંગતો નથી. હું ખુબ જ પ્રમાણિકતાથી મારી ફિલ્મો કરુ છું. પરંતુ ક્યારેક સંજોગો વિરુધ્ધમાં પણ જઈ શકે છે. મને ખબર નથી કે લોકો મારી ફિલ્મ "વેલકમ"ને કેવો આવકાર આપશે."
W.DW.D

અક્ષય તો એવું પણ કહે છે કે "વેલકમ" કોમેડી ફિલ્મ હોવાથી જરૂરી નથી કે તે સફળ થાય જ..જો તમે કોમેડી કરવાનું ચાલુ રાખો તો પછી તે કંટાળાજનક લાગવા માંડતું હોય છે. જો કે આમ છતાં "વેલકમ" અલગ પ્રકારની ફિલ્મ છે. "ફિલ્મમાં એક દ્રશ્ય હતું જેમાં દિગ્દર્શક એવું ઈચ્છતા હતાં કે કેટરીના મને પકડીને આગમાંથી બચાવીને બહાર કાઢી લઈ જાય પરંતુ તેઓ આ દ્રશ્ય બાબતે મને કહેતા ખુબ ખચકાતા હતાં પરંતુ જ્યારે મેં એ વિશે સાંભળ્યું તો મને ગમ્યું. દિગ્દર્શક અનીસ બાઝમીએ પણ કહ્યું કે આવું કરવા માટે કોઈ અભિનેતા તૈયાર થયો ના હોત."

એવું લાગે છે કે આજકાલ કેટરીના કૈફ સાથેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને અને દિગ્દર્શકોને પણ ખુબ ગમી ગઈ છે. આ બાબતે અક્કી કહે છે કે "કેટરીના સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે. અમારા બન્ને વચ્ચે ખુબ સારી કેમેસ્ટ્રી છે. કેટરીના ખુબ મહેનતુ અભિનેત્રી છે.કેટરીના યુકેથી આવેલી છે અને બરાબર હિન્દી જાણતી પણ નથી પરંતુ તેનામાં એ કળા છે કે કેમેરાની સામે ઊભી રહીને પોતાની ફિલ્મ માટે હિન્દી સંવાદો બોલી શકે."

"દરેકે તેને વધાવવી જોઈએ. આ ખરેખર સહેલુ કામ નથી. તેની ફિલ્મોની સફળતાનો રેશીયો પણ 100 ટકા છે. કેટરીનાએ જેટલી પણ ફિલ્મો કરી છે તે લગભગ સફળ રહી છે. એક દિવસ મેં તેને કહ્યું કે મને તો તારા માટે તાળીઓ પાડવાનું મન થઈ આવે છે."

વચ્ચે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે અક્ષયે બીગબીની વલ્ડ ટૂરમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. આ બાબતે અક્કી સાથે સ્પષ્ટતા કરતા તેણે કહ્યું કે "ના પાડવાનું એક માત્ર કારણ તારીખોની સમસ્યાનું હતું. તેઓ પહેલા એપ્રીલ કે મે મહિનામાં ટૂરનું આયોજન કરવાના હતાં પરંતુ ત્યારબાદ તેમણે ટૂર સ્થગિત કરીને સપ્ટેમ્બરમાં કરવાનું નક્કી કર્યુ. જયારે સપ્ટેમ્બર મહિનામાં મારી પાસે તારીખો જ નથી. "

અન્ય અભિનેતાઓની જેમ અક્ષય પણ વિવાદોથી અછૂતો નથી. વચ્ચે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે અનિલકપૂરને પાછળ રાખીને ફિલ્મના સ્ટારકાસ્ટમાં અક્ષયકુમારનું નામ પહેલા દર્શાવવામાં આવશે પરંતુ આ અંગે ઈન્કાર કરતા અક્ષય કહે છે કે "મેં જ સૌથી પહેલા નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને કહ્યું હતુંકે તેઓ ફિરોઝ ખાન, નાના પાટેકર, અનિલ કપૂર, મારુ નામ અને ત્યારબાદ કેટરીનાનું નામ દર્શાવે. અનિલજી મારાથી સીનીયર છે અને મને ખબર છે કે સીનીયરોનું માન કેવી રીતે જાળવવું." સીનીયરો હંમેશા માનને પાત્ર હોય છે, તમે કયારેય તેમને ઓવરટેક કરી શકો નહીં. આ જ જીંદગી જીવવા માટેના નિયમો છે.

અક્ષયકુમારની વેલકમ ફિલ્મ પણ સફળ જઇ શકે તેમ છે જો આ ફિલ્મ પણ તેની સફળ જશે તો તેની આ વર્ષ 2007માં ચાર હિટ ફિલ્મ આપનાર પ્રથમ એકટર બની જશે અને કિંગ ખાન પછી તેનો નંબર આવી જશે.

ઓલરેડ્ડી હાલમાં પણ તેઓ શાહરૂખ ખાન પછી આવી જ ગયા છે. હવે એ જોવાનું રહે છે કે કિંગખાન તેનું સ્થાન કયાં સુધી કાયમ રાખે છે, કારણ કે અક્ષયકુમાર ધીમેધીમે કાચબાની ચાલે તેનો પીછો કરતો તેને પહોંચી જશે તે નવાઇ નહી કહેવાય...