વિશ્વનાથન આ વર્ષે ફરી વર્લ્ડ ચેમ્પિયન

આનંદ હી આનંદ ચેસમાં પણ ચક દે ઇંડિયા

NDN.D

આ વર્ષ-2007માં હોકીમાં એશિયા કપ અને ક્રિકેટમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતે હવે ચેસમાં પણ બાજી મારી લીધી છે. વિશ્વના નંબર એક ચેસ ખેલાડી ભારતના વિશ્વનાથન આનંદે મૈક્સિકોમાં સપ્ટેમ્બરમાં યોજાયેલી વિશ્વ ચેસ સ્પર્ધા જીતી લીધી હતી.

વિશ્વનાથન આનંદ હંગરીના પીટર લેકોની સાથે મુકાબલો ડ્રો રમીને અંકોના આધારે રૂસના બ્લાદીમીર ક્રામનિકને પાછળ છોડીને વિશ્વ ચૈમ્પિયન બન્યાં.

મૈક્સિકોમાં ચાલી રહેલી આ વિશ્વ ચેસ સ્પર્ધામાં વિશ્વના ટોચના આઠ ખેલાડી ભાગ લીધો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, આનંદ હારી જશે પરંતુ પાંચ કલાક સુધી ચાલેલા આ મુકાબલા બાદ આનંદ મેચ ડ્રો રાખવામા સફળ રહ્યાં. આ અગાઉ આનંદે વર્ષ 2000માં આ સ્પર્ધા જીતી હતી.

37 વર્ષીય આનંદે ટુર્નામેન્ટના 14મા દિવસે હંગેરિયન પીટર લેકો સામેની મેચ ટાઇમાં ખેંચી ગયા બાદ પોઇન્ટ્સના આધારે ચેમ્પિયન બની રશિયાના વ્લાદિમીર ક્રેમનિકનું સ્થાન લીધું છે. શતરંજના નવા બાદશાહ વિશ્વનાથન આનંદને 3,90,000(અંદાજે દોઢ કરોડ રૂપિયા) ડોલરની ઇનામી રકમ મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ આનંદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું આ જીતથી ઘણો ખુશ છું. આ સ્પર્ધા ઘણી મુશ્કેલ હતી. સાત વર્ષ લાંબી રાહ જોયા બાદ વર્લ્ડ ચેમ્પિયન બનીને હું ઘણો ખુશ થયો છું. મારો ઉત્સાહ વધારતા રહેલા પ્રશંસકોનો હું આભાર માનું છું."
NDN.D

આનંદે વર્ષ 2000માં વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું, પરંતુ તે સિદ્ધિનું મહત્ત્વ એ કારણસર ઓછું આંકવામાં આવતું હતું કે તે વખતે ચેસ જગત બે હરીફ ટાઇટલ વચ્ચે વહેંચાયેલું હતું. 24 વર્ષ અગાઉ આનંદે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેની જે મહત્ત્વાકાંક્ષા હતી તે વર્લ્ડ ચેમ્યિપનશીપ ટાઇટલ જીત્યાની સાથે પરિપૂર્ણ થઇ ગઇ છે. તે એફઆઇડીઇ રેન્કિંગ અને ઇએલઓ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી ગયો છે.

ભારતના વિશ્વનાથન આનંદે ચેસ જગતમાં ફરીથી દેશને ગૌરવ અપાવ્યું છે.
વિશ્વનાથન આનંદ આ અગાઉ વલ્ર્ડકપ, વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ અને વલ્ર્ડ ચેમ્પિયનશિપ જીતી ચૂકયો છે. જોકે તેણે કબૂલ્યું હતું કે આ વખતની તેની સિદ્ધિ સર્વશ્રેષ્ઠ છે.

એજન્સી|
આ સફળતા માટે મેં છ વર્ષ સુધી રાહ જોઇ છે. વર્લ્ડ ચેમ્પિયન બનવાનો મને આનંદ છે અને આ સાથે હું વિશ્વક્રમાંકમાં પણ મોખરે પહોંચી ગયો છું. મને લાગે છે કે હવે મેં 2800 ઇલો રેટિંગ પાર કરી દીધા છે તેમ વિશ્વનાથન આનંદે ઉમેર્યું હતું. તેણે જણાવ્યું કે આ સ્પર્ધામાં 20 દિવસથી મારી સાથે રહેલા તમામ મિત્રોનો હું ખરેખર આભારી છું. વલ્ર્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ મળવાને કારણે આનંદે હવે આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલમાં વ્લાદિમીર ક્રેમનિક સામે એક મેચ રમવાની આવશે.


આ પણ વાંચો :