ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By નઇ દુનિયા|

2007માં રમતમાં 'ચક દે ઈંડિયા'

હોકી -શાનદાર એશિયાકપ જીત્ય

PTI
રાષ્ટ્રીય પુરૂષ ટીમે ચેન્નઈમાં રમાયેલી એશિયા કપ હોકી ટુર્નામેંટને જીતીને હોકીના ગૌરવશાળી દિવસોની યાદ તાજી અપાવી છે. ભારતવાસીઓ માટે અજાણ્યા એવા હોકી ખેલાડી અચાનક હીરો બની ગયા. ભારતની ફાઈનલમાં કોરિયાને 7 -2થી પછાડ્યુ. સ્પર્ધામાં ભારતીય ખેલાડી પૂરા રંગમાં હતી. ભારતે જ્યાં 57 ગોલ કર્યા ત્યાં તેમના વિરુધ્ધ ફક્ત પાંચ ગોલ કર્યા. જો કે શાનદાર જીત છતાં ક્રિકેટરો જેવું સન્માન ન મળવાથી દુ:ખી કેટલાક ખેલાડીઓએ ભૂખ હડતાલની ધમકી આપી.

શતરંજ - વિશ્વનાથન આનંદને વિશ્વ એવોર્ડ

વિશ્વનાથન આનંદને મૈક્સિકો સિટીમાં અપરાજીત રહીને બીજીવાર વિશ્વ ખિતાબ પોતાને નામે કર્યો. તેમણે ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 9 અંક મેળવ્યા. જો કે તેઓ 2000માં પણ આ એવોર્ડ જીત્યા હતા પણ ત્યારે શતરંજ બે ભાગોમાં વહેંચાયેલું હતુ. તેમની આ જીત યાદગાર છે તેમણે 2800ની ઈલો રેટિંગ પાર કરતા વિશ્વના નંબર એક ખેલાડી બન્યા. કોનેરુ હમ્પીએ 2600ની ઈલો રેટિંગ મેળવી હતી. હંગરીની જૂડીથ પોલ્ગર પછી તેઓ આ અંક સુધી પહોંચનારી દુનિયાની પ્રથમ મહિલા ગ્રૈંડમાસ્ટર છે.

ફુટબોલ - નહેરુ કપની એતિહાસિક જીત

ભારતીય ફુટબોલ ટીમે ઈતિહાસ રચતા નેહરુ કપ આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટ્રોફીના ફાઈનલમાં સીરિયાને 1-0થી પરાજ્ય આપ્યો હતો. સીરિયાને વિશ્વ રૈકિંગ 112 હતી અને ભારતની 151મી રેંકિંગ હતી. આ પહેલા ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1997માં થયુ હતુ જ્યારે ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી હતી.

ટેનિ

P.R
સાનિયા મિર્જાએ પૈન પાઈલટ ટુર્નામેંટ અને વેસ્ટર્ન એંડ સાઉથર્ન ફાઈનેશિયલ કપ મહિલા ટુર્નામેંટમાં યુગલ ખિતાબ જીતી. સાથે જ વિભિન્ન એકલ સ્પર્ધાઓમાં તેમણે માર્ટિના હિંગિસ, દિનારા સાફિના અને શાહર પીર જેવી દિગ્ગજ ખેલાડીઓને માત આપી. સાનિયાને અનફીટ રહેવાથી અને વિવિધ વિવાદોને કારણે પરેશાન પણ રહેવું પડ્યુ.

વિશ્વ સૈનિક રમત

હૈદરાબાદમાં વિશ્વ સૈન્ય રમતના આયોજન થયુ. ઓલોમ્પિક પછી સૌથી મોટુ રમતનું આયોજન તરીકે ઓળખાતા સૈન્ય રમતો દરમિયાન 100 થી વધુ દેશોના 6 હજાર થી વધુ એથલીંટોએ ભાગ લીધો. આ પહેલી વાર હતુ કે આ રમત યુરોપની બહાર યોજવામાં આવી હતી. ભારતે આ સ્પર્ધામાં 20મું સ્થાન મેળવ્યુ હતુ. રુસ પ્રથમ સ્થાન પર રહ્યુ.

તીરંદાજી - ભારતની ડોલા બેનર્જીએ દુબઈમાં યોજાયેલ વિશ્વ કપ ફાઈનલ્સમં રિકર્વ વર્ગનો સ્વર્ણ જીત્યો. તે આ ઉપલબ્ધિ મેળવનારી પહેલી ભારતીય તીરંદાજ બની.

બિલિયર્ડસ - પંકજ અડવાનીએ સિંગાપુરમાં એક રોમાંચક મુકાબલામાં પોતાના જ દેશના ધ્રુવ સિતવાલાને માત આપતાં સતત બીજા વર્ષે આઈબીએસએફ વિશ્વ બિલિયર્ડસ ચેમ્પિયનશિપ(ટાઈમ ફોર્મેટ)નો એવોર્ડ જીતી લીધો. આડવાણીએ છ કલાક સુધી સંધર્ષ કર્યા પછી 1963-1489 અંકોની જીત સાથે ઓર્થર વોકર ટ્રોફી પર કબ્જો કર્યો.

ખેલરત્ન - નિશાનેબાજ માનવજીતસિંહ સંધૂને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારંભમાં દેશનું સર્વશ્રેષ્ઠ ખેલ સમ્માન 'રાજીવ ગાંધી ખેલરત્ન' થી સમ્માનિત કરવામાં આવ્યા.

કાર્તિકેયનની સફળતા - ભારતના નારાયણ કાર્તિકેયને જુઆઈ(ચીન)માં ફીચર રેસ જેતવાની સાથે જ ટીમ ઈંડિયાને એ-1 ગ્રાઁ પ્રિ વિશ્વ કપમાં પહેલી જીત અપાવી દીધી. તેમણે ન્યુઝીલેંડના જોની રીડને 0.052 સેકંડના નજીવા અંતરે પાછળ છોડ્યો. આ સાથે જ ભારત એ-1 ગ્રાઁ પ્રિમાં જીત મેળવનાર 14મો દેશ બની ગયો.