2007ની ગુજરાતની મહત્વની ઘટનાઓ

2007ની એક મુખ્ય ઘટના-મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ

PRP.R

સૌરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ -
ગુજરાત અને રાજસ્થાન પોલીસે કુખ્યાત ખંડણીખોર સૌરાબુદ્દીનને મોતને ઘાટ ઉતારી દીધો. સૌરાબુદ્દીનના એન્કાઉન્ટરની ઘટનાએ શરૂઆતથી જ ભારે વિવાદ સજર્યો. સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્વીકાર્યં કે આ એન્કાઉન્ટર નકલી હતું. છેવટે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંરયો. તેના પરિણામે ત્રણ ઉરચ પોલીસ અધિકારીઓ તત્કાલીન ડીઆઇજી ડી.જી વણઝારા એટીએસના એસ.પી. રાજકુમાર પાંડિયન, તત્કાલીત ડીવાય એસપી એમ.એલ. પરમાર તેમજ રાજસ્થાન અધિકારીની ધરપકડ કરવામાં આવી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો.
W.DW.D

ગુજરાતનવિધાનસભાનચૂંટણી -
આખા ભારતની નજર હતી આ વર્ષે યોજાનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પર. મોદીએ ફરી સત્તા મેળવીને સૌને ચૂપ કરી દીધા. જો કે ગીરના સિંહોની હત્યા હોય કે પછી સુનિતા વિલિયમ્સની ગુજરાતયાત્રા હોય, ગુજરાત આ વર્ષે દેશભરના ફોકસમાં રહ્યું. ઓકટ્રોય નાબૂદીને કારણે વેપારીઓને રાહત થઇ તો પાસપોર્ટ કૌભાંડમાં ભાજપના સાસંદ બાબુભાઇએ દેશ-વિદેશમાં વિવાદ જગાવ્યો.

છેલ્લા એક મહિનાથી સાડા પાંચ કરોડની જનતાના કાને સંભળાતા ‘જીતેગા ગુજરાત’ અને ‘ચક દે ગુજરાત’ જેવાં સ્લોગનોનું પરિણામ આવી ગયું. તમામ વિરોધ છતાં સામા પૂરમાં તરીને નરેન્દ્ર મોદીએ એકલે હાથે ભાજપને ગુજરાતમાં વિજય અપાવીને હેટ્રીક નોંધાવી છે. 2002માં ગોધરાનાં તોફાનો પછી વિકાસીલ મર્દ બનેલા મોદીએ પાંચ વર્ષ દરમિયાન માત્ર વિકાસની વાતો કરી હતી. ગુજરાતને એક નવી દિશા દેખાડવા ઉપરાંત નોંધપાત્ર વાત રહી તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતીની. વિકાસ અને ઝડપી વિકાસનું ગાણું ગાયા વિના ચૂપચાપ તેમણે કામ કર્યું.

2002માં થયેલાં કોમી તોફાનોને કારણે જ મોદીના અમેરિકાના વિઝા નામંજૂર થયા અને તેના કારણે તેમનું કદ વધુ મોટું થઇ ગયું એ પછી તેમની પ્રતિષ્ઠામાં સતત વધારો થયો. ગયા વખતની 127 બેઠકોને બદલે આ વખતે ફક્ત 10 બેઠકો ઓછી મેળવીને મોદીએ તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કર્યો છે.

વેબ દુનિયા|
ગીરનારનો દાતારકાંડ - સમગ્ર સૌરાષ્ટ્રને કંપારી છૂટી જાય અને અરેરાટી પ્રસરી જાય એવી ઘટના બની. ઘટના હતી એક સગીર બાળા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાની. ચાંદની ઉર્ફે પૂનમ નામની યુવતી તેનાં માતા - પિતા અને સખી સાથે દાતાર પર્વતનાં પગથિયાં ચડી રહી હતી. ત્યાં જ નરાધમોએ બંનેને ઝાડી-ઝાંખરામાં ખેંચી બંનેની આબરૂ લૂંટવા પ્રયાસ કર્યો. ચાંદની આ જુલમ સામે એટલી હદે ઝઝૂમી કે મોહન નામના એ હવસખોરે તેની નર્મિમ હત્યા કરી નાખી.
કોઇ ધર્મસ્થાને આવી ઘટના બને એ બાબત સૌરાષ્ટ્રની ધાર્મિક પ્રજાને આંચકો આપનારી હતી અને અત્યંત કરુણ એવી આ ઘટનાને પછી અનેક રંગ આપી દેવાયા. ચાંદનીની હત્યા સમગ્ર સમાજ માટે કલંકરૂપ હતી, પરંતુ તેને માત્ર કોળી જ્ઞાતિની જ સમસ્યા બનાવી દેવામાં આવી.કોળી સંમેલનો મળ્યાં. સમગ્ર બનાવ પછી તો રાજકારણનો મોટો હિસ્સો બની ગયો અને ચાંદની-હત્યા કેસને વારંવાર વટાવવામાં આવ્યો. જૉકે આ ઘટનાના હત્યારા હજી સુધી પકડાયા નથી.રાજકોટની અર્ધનગ્ન મહિલા - રાજકોટનો ધમધમતો રેસકોર્સ વિસ્તાર, સાંજનો સમય, વાહનો, પગપાળા લોકોની સતત અવર જવર, પોલીસ કમિશનર કચેરીની બહાર પણ સતત ભીડ જામી હતી. અચાનક નાના-મોટા સૌની નજર એક જ નારીદેહ પર પડી અને એ જ તનની સાથે નજર ચાલવા માંડી..આવું કાંઇ હોય? પણ હતું આવું. આ કેવી રીતે બને? પણ બન્યું. હા એક યુવતી માત્ર ઉપવસ્ત્રોમાં જ રસ્તા પર નીકળી પડી અને એના હાથમાં હતું બેઝ બોલનું બેટ. રાજકોટની એ યુવતી હતી પૂજા ચૌહાણ. પૂજાની ફરિયાદ એ હતી કે તેને તેની સાસુ અને પતિ પરેશાન કરતાં. પતિ અન્ય વ્યકિત સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો. ત્રીજી વ્યકિત આવીને તેને ધમકાવે - મારે, પણ પતિ કાંઇ કહે નહીં. પૂજાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસને પૂજાની વાત માનવાની કે પગલાં લેવાની જાણે ફુરસદ જ નહોતી. અંતે પૂજાએ આવો માર્ગ અપનાવ્યો. ન્યાય માટે અર્ધનિર્વસ્ત્ર થઇ રસ્તા પર નીકળી પડી.....કોઇએ તેને નારીશકિતનો પરચો ગણાવ્યો, કોઇને સાઇકિક કેસ લાગ્યો, કોઇને થયું મર્યાદાનું ઉલ્લંઘન છે. રાજકારણીઓ પણ આ કેસમાં કૂદી પડયા. પૂજાના પતિની ધરપકડ થઇ, કેન્દ્રનું મહિલા આયોગ રાજકોટ દોડી આવ્યું. અંતે પૂજા તેની અઢી વર્ષની પુત્રી સાથે પોતાના ઘરે ગઈ. આ ઘટના વિવાદી વિરોધ તરીકે ચગી.
મોદીના કદમાં કોઇ ઘટાડો થયો નથી. ઊલટાનું, ગુજરાતની જીતને કારણે મોદીનું કદ વઘ્યું છે અને કેન્દ્ર સ્તરે તેમના નામની ચર્ચા થવા માંડી છે. સ્વાભાવિક રીતે જ આગામી વર્ષમાં ભાજપ મોદીનો ઉપયોગ ટ્રમ્પ કાર્ડ તરીકે કરશે. તો બીજી બાજુ કોંગ્રેસે હવે ભાજપને ગુજરાતમાં હરાવવા નવેસરથી વિચારવું પડશે અને આત્મમંથન કરવું પડશે. કોંગ્રેસ છેલ્લી પાંચ ચૂંટણીથી સત્તા મેળવવામાં હારી છે. આ વર્ષે કોંગ્રેસને એક તક દેખાઇ હતી પણ મોદીના જાદુ સામે બધું તણાઇ ગયું.


આ પણ વાંચો :