શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 8 મે 2015 (12:03 IST)

સલમાનના ખરાબ સમયમાં કેટરીના કેમ ગાયબ ?

સલમાનન ખાનનો ખરાબ સમય ચાલી રહ્યો છે. આવામાં બોલીવુડના સ્ટાર સલમાનના ઘરે જઈને તેમને આવા ખરાબ સમય સામે લડવાનો દિલાસો આપી રહ્યા છે. બીજી બાજુ સલમાનની ગર્લફ્રેંડ રહી ચુકેલી કટરીના આ ખરાબ સમયમાં સલમાનના ઘરે ન ગઈ. 
 
ભલે એ બંનેનો બ્રેકઅપ વર્ષો પહેલા થઈ ગયો હોય. પણ બ્રેકઅપ પછી પણ કેટ સલમાનના ઘરે અનેક પ્રસંગે જોવા મળી છે. ભલે પછી એ ગણપતિ પૂજા હોય કે અર્પિતાના લગ્ન. પણ આ ખરાબ સમય પર તે ગાયબ રહી. સલમાનના જેટલા પણ નિકટના મિત્રો છે તે ગેલેક્સી એપાર્ટમેંટ પહોંચ્યા પણ આ ખરાબ સમયમાં કેટરીના તેમનો સાથ છોડી દીધો. 
 
કેટ પોતે આ વાતને માને છે કે તેમનુ કેરિયર બનાવવામાં સલમાનનો મોટો હાથ છે છતા પણ આવા સમયે તે તેમને મળવા ન પહોંચી. સલમાન ખાનના ખરાબ સમયે બધા મોટા બોલીવુડ સ્ટાર્સ તેમની સાથે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.  જ્યારથી સજાનુ એલાન થયુ ત્યારથી સલમાનના ઘરે બોલીવુડ હસ્તીયોની અવર જવર થવા માંડી છે.