શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Intersting facts -કિન્નર જાતિ સાથે સંકળાયેલી આ 10 રોચક વાતો(See Video)

કિન્નરોને પણ સમાજમાં સમાનતાના અધિકાર  છે. કિન્નર સમુહ સમાજથી જુદા રહે છે અને આ કારણે સામાન્ય લોકોને તેમના જીવન અને રહન-સહનને જાણવાની ઉત્સુકતા કાયમ રહે છે. કિન્નરોનું વર્ણન ગ્રંથોમાં પણ જોવા મળે છે. 


                                   
                                 
આવો જાણો 
 કિન્નર જાતિ સાથે સંકળાયેલી આ 10 વાતો. ...
જ્યોતિષ મુજબ વીર્યની અધિકતાથી પુરૂષ જન્મ લે છે. રજ (રક્ત)ની અધિકતાથી સ્ત્રી જન્મ લે છે. વીર્ય અને રજ એક સમાન હોય તો કિન્નર સંતાનનો જન્મ થાય છે. 

મહાભારતમાં જ્યારે પાંડવ એક  વર્ષનો અજ્ઞાત વાસ કાપી રહ્યા હતા, ત્યારે અર્જુન એક વર્ષ સુધી કિન્નર બનીને રહ્યા હતા. 
કિન્નરની દુઆઓ કોઈ પણ માણસના ખરાબ સમયને દૂર કરે છે. ધન લાભ માટે કોઈ કિન્નર પાસેથી એક રૂપિયાના સિક્કો લઈને પર્સમાં મુકો. 
એક માન્યતા છે કે બ્રહ્માનીની છાયાથી  કિન્નરોની ઉત્પતિ થઈ છે. બીજી માન્યત છે કે અરિષ્ઠા અને કશ્યપ ઋષિથી કિન્નરોની ઉત્પતિ થઈ છે. 
એક માન્ય્તા મુજબ શિખંડીને કિન્નર જ માન્યું છે. શિખંડીના જ કારણે અર્જુને ભીષ્મને યુદ્ધમાં હરાવી દીધા હતા. 

 
જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો કોઈ કિન્નરને લીલા રંગની બંગળીઓ અને સાડી દાન કરવી જોઈએ. આથી લાભ થાય છે. 
 
કોઈ નવા માણસને નવા સમાજમાં શામેલ  કરવાનો  પણ નિયમ છે. એ માટે ઘણા રીત -રિવાજો છે. જેનું પાલન કરાય છે. નવા કિન્નરને શામેલ  કરતા પહેલા નૃત્ય-ગીત  અને સામૂહિક ભોજ થાય છે. 
 
કુંડળીમાં બુધ શનિ શુક્ર અને કેતુના અશુભ યોગથી માણસ કિન્નર કે નપુંસક થઈ શકે છે. 
 
કોઈ કિન્નરના મૃત્યુ પછી એમનો અંતિમ સંસ્કાર ખૂબ જ ગુપ્ત રીતે કરાય છે. 
 
જૂના સમયમાં કિન્નર રાજા મહારાજાને ત્યાં નાચી-ગાઈને પોતાની આજીવિકા ચલાવતા હતા. મહાભારતમાં અર્જુને ઉત્તરાને નૃત્ય-ગીતની  શિક્ષા આપી હતી.