ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (15:43 IST)

સવારે-સવારે તાંબાના લોટાથી કરો આ એક ઉપાય , દરેક જગ્યા થશે તમાર વખાણ

ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે તે માટે કુંડળીમાં સૂર્યનો શુભ હોવું પણ બહુ જરૂરી છે. જો સૂર્ય શુભ સ્થિતિમાં નહી છે તો માણસને સમાજમાં અપમાનિત થવું પડી શકે છે. અહીં જાણો સૂર્યથી શુભ ફળ મેળવા માટે કયું ઉપાય કરવું જોઈએ. દરરોજ સવારે જલ્દી ઉઠીને અને સ્નાન વગેરે કાર્ય પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. આ ઉપાય દરરોજ વગર ભૂલ્યા કરશો તો શુભ ફળ મળશે. 
સૂર્યને જળ ચઢાવા માટે તાંબાના લોટાના ઉપયોગ કરો. લોટામાં જળ ભરો અને તેમાં ચોખા , કંકુ , ફૂલ , ગોળ વગેરે નાખી લેવા જોઈએ. 
 
જળ ચઢાવતા સમયે સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમ: , ૐ ભાસ્કરાય નમ: , ૐ રવયે નમ: , ૐ આદિત્યાય નમ: , ૐ ભાનવે નમ: ,  વગેરેનો જપ કરતા રહેવું જોઈએ. 
 

સૂર્યને જળ ચઢાવા માટે જલ્દી ઉઠવાથી અમે સવારે-સવારેની તાજી હવા અને સૂર્યની કિરણો પ્રાપ્ત હોય છે જે અમારા સ્વાસ્થય માટે બહુ ફાયદાકારી છે. 
સૂર્યને જળ ચઢાવતા સમયે પાણીની જે ધારા જમીન પર પડે છે તે ધારાના વચ્ચેથી સૂર્યને જોવું જોઈએ. આ રીતે જોવાથી સૂર્યની રોશની અમારી આંખોને લાભ પહોંચાડે છે. 
 
સૂર્યની કિરણોમાં વિટામિન ડીના ગુણ હોય છે આથી ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી અમે વિતામિન ડીના ગુણ મળે છે. વિટામિન ડીથી ત્વચા ચમકદાર અને આકર્ષક હોય છે.