શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (16:54 IST)

દ્રોપદીની સુહાગરાત,

દ્રોપદીએ પાંચ પતિ સાથે પોતાનો પત્નીધર્મ કેવી રીતે નિભાવ્યો !!

દ્રોપદીની સુહાગરાત... - મહાભારતમાં પાંચ પાંડવ ભાઈઓની પત્ની દ્રોપદી વિશે તમે બધા જાણતા જ હશો...  દ્રોપદીની ઉત્પત્તિ રાજા દ્રુપદના હવન કુંડથી એ સમયે થઈ  હતી. જ્યારે તે પોતાના દુશ્મન દ્રોણાચાર્યના વધ માટે પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરી રહ્યા હતા.  રાજા દ્રુપદના એ યજ્ઞ હવન કુંડની અગ્નિમાંથી એક પુત્ર સાથે દ્રોપદી પણ પ્રકટ થઈ હતી.  તો મિત્રો ચાલો આજે અમે વિસ્તારમાં દ્રોપદીની સુહાગરાત વિશે બતાવીએ.. 
 
તો તમે લોકો એ પણ જાણતા જ હશો કે રાજા દ્રુપદે પોતાની પુત્રી દ્રોપદીના લગ્ન માટે સ્વયંવર કરાવ્યો હતો. જેમા બ્રાહ્મણ વેષમાં આવેલ અર્જુને સ્વયંવરની શરતને પૂરી કરીને દ્રોપદીની પોતાની પત્ની બનાવી લીધી હતે. મિત્રો જે સમયે દ્રોપદીનો સ્વયંવર થયો હતો. એ સમયે પાંચેય પાંડવ ભાઈ પોતાની મા કુંતીની સાથે ઓળખ છિપાવીને બ્રાહ્મણ વેશમાં રહેતા હતા અને ભિક્ષા માંગીને પોતાની જીવિકા ચલાવતા  હતા.  પાંચ પાંડવ ભાઈ જેટલી પણ ભિક્ષા માંગીને લાવતા હતા તેને મા કુંતી સામે મુકી દેતા હતા પછી  માતા કુંતી એ ભિક્ષા પાંચેય ભાઈઓ વચ્ચે વહેંચી દેતી  હતી. 
 
આ રીતે અર્જુન અને દ્રોપદીને લઈને પોતાને ઘરે આવ્યો તો તેમણે દરવાજા પર ઉભેલા જોઈને દેવી કુંતીને કહ્યુ કે જુઓ મા આજે અમે લોકો તમારી માટે શુ લાવ્યા છે. પણ ઘરનુ કામ કરી રહેલ કુંતીએ તેમની તરફ જોયા વગર જ કહી દીધુ કે પાંચેય ભાઈ મળીને તેનો ઉપભોગ કરો.   ઉલ્લેખનીય છે કે કુંતી સહિત પાંચેય ભાઈ ખૂબ સત્યવાદી હતા અને માતાના મોઢામાંથી નીકળેલી વાતને આદેશની જેમ પાલન કરવુ પોતાનો ધર્મ સમજતા હતા.  આ કારણે માતાના મોઢામાંથી નીકળેલા શબ્દોને લઈને પાંચેય ભાઈ ચિંતિત થઈ ગયા. 
 
દેવી કુંતીએ પણ જ્યારે દ્રોપદીને જોઈ તો તે પણ ખૂબ વિચલિત થઈ ગઈ હતી.  તેણે આ શુ કહી દીધુ. ત્યારે પોતાના પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યુ કે કોઈ એવો રસ્તો કાઢો જેનાથી દ્રોપદીનું કોઈ અનર્થ ન થાય અને મારા મોંઢામાંથી નીકળેલી વાત પણ ખોટી ન પડે.  જ્યારે કોઈનાથી પણ કોઈ ઉપાય ન નીકળ્યો તો આ વાતથી રાજા દ્રુપદ પણ પરેશાન થઈ ગયા અને તેમણે પોતાની સભામાં બેસેલા ભગવાન શ્રીકૃષ્ણ અને મહર્ષિ વ્યાસજીને કહ્યુ કે ધર્મના વિપરિત કોઈ સ્ત્રી પાંચ પતિની વાત તો વિચારી પણ શકતી નથી. 
 
ત્યારે મહર્ષિ વ્યાસ રાજા દ્રુપદને બતાવે છે કે દ્રોપદીને તેને પૂર્વ જન્મમાં ભગવાન શંકર પાસેથી આવુ જ વરદાન મળ્યુ હતુ. ભગવાન શિવના એ વરદાનને કારણે આ સમસ્યા થઈ છે અને ભગવાન શિવની વાત નિરર્થક કેવી સાબિત થઈ શકે છે.  મહર્ષિ વ્યાસ દ્વારા સમજાવ્યા પછી રાજા દ્રુપદ પોતાની પુત્રી દ્રોપદીના પાંચેય પાંડવો સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા હતા. 
 
મિત્રો ત્યારબાદ સૌ પહેલા દ્રોપદીના લગ્ન પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે કરવામાં આવ્યા અને એ રાત્રે દ્રોપદી યુધિષ્ઠિર સાથે જ કક્ષમાં પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો અને પછી બીજા દિવસે દ્રોપદીના લગ્ન ભીમ સાથે થયા અને એ રાત્રે દ્રોપદીએ ભીમ સાથે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો પછી આ જ રીતે અર્જુન, નકુલ અને સહદેવ સાથે દ્રોપદીના લગ્ન થયા અને આ ત્રણેય સાથે દ્રોપદીએ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો. 
 
મિત્રો વિચારવાની વાત એ છે કે એક પતિ સાથે પત્ની ધર્મ નિભાવ્યા પછી દ્રોપદીએ પોતાના બીજા પતિઓ સાથે પોતાનો પત્ની ધર્મ કેવી રીતે નિભાવ્યો હશે. તો તેની પાછળ પણ ભગવાન શિવનુ જ વરદાન હતુ કારણ કે જ્યારે ભગવાન શિવે દ્રોપદીના પાંચ પતિ પ્રાપ્ત થવાનુ વરદાન આપ્યુ હતુ ત્યારે તે પણ જાણતા હતા કે પોતાના દરેક પતિ સાથે તે પત્ની ધર્મ કેવી રીતે નિભાવી શકશે.  આ કારણે તેમણે દ્રોપદીને સાથે એક અન્ય વરદાન આપ્યુ હતુ કે તે રોજ કન્યા ભાવને પ્રાપ્ત થઈ જશે.  તેથી દ્રોપદી પોતાના 5 પતિયોને કન્યા ભાવમાં જ પ્રાપ્ત થઈ હતી. 
 
પણ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ સલાહ આપી હતી કે દર વર્ષે દ્રોપદી એક જ પાંડવ સાથે પોતાનો સમય વીતાવશે. અને જે સમયે દ્રોપદી પોતાના કક્ષમાં કોઈ એક પાંડવ સાથે પોતાનો સમય વ્યતિત કરી રહી હશે ત્યારે તેના કક્ષમાં કોઈ અન્ય પાંડવ પ્રવેશ નહી કરે.