શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (09:30 IST)

Widow Lady વિધવા સ્ત્રીઓ માટે લસણ ડુંગળી ખાવા પર પ્રતિબંધ શા માટે?

વિધવા સ્ત્રીઓ માટે લસણ ડુંગળી ખાવા પર પ્રતિબંધ શા માટે?

શાસ્ત્રોમાં કહ્યું છે કે જે સ્ત્રીના પતિ મૃત્યુ પામે છે તેને તેના -આહાર અને ડ્રેસિંગ બદલવા જ પડશે. શાસ્ત્ર કહે છે કે તે  સ્ત્રીઓએ માંસ-માછલી, ડુંગળી અને લસણ મૂકી દેવા જોઈએ -શાસ્ત્રોમાં વિધવા માટે  મસૂર, સલજમ, મૂળો અને ગાજરનો સેવન પણ પ્રતિબંધિત કરવામાં આવે છે. 
 
તેઓ માટે રંગબેરંગી વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ હોય છે .આ કારણોસર થોડા વર્ષો પહેલા  વિધવા થયાં પછી મહિલા માત્ર સફેદ કપડા પહેરતી હતી.  
 
જો કે સામાજિક ધોરણોમાં થોડો ઘણો ફેરફારો આવ્યા છે અને વિધવા સ્ત્રીઓ હવે  રંગબેરંગી વસ્ત્રો પહેરવા શરૂઆત કરી છે.પરંતુ શાસ્ત્રોમાં જે નિયમો વિધવા માટે બનાવ્યા છે, તે આમ જ નથી બનાવાયા તેની પાછળ તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધાર આપવામાં આવ્યા છે . 
 
ધાર્મિક અભ્યાસ શાસ્ત્રી જાણકાર કહે છે કે ,શાસ્ત્રોમાં મહિલાઓ માટે પતિના મૃત્યુના નવમા દિવસે સફેદ કપડા પહેરવાનો નિયમ  હોય છે.આધ્યાત્મિક કારણ છે કે આ સફેદ વસ્ત્રો સાત્વિકતાનું પ્રતીક છે. 
 
સફેદ વસ્ત્રોથી વિધવા સ્ત્રીને આ બોધ અપાય છે કે કુદરતે તમારા જીવનના તમામ રંગો લઈ લીધા છે .  
 
જેમ સફેદ  વસ્ત્રોમાં કોઈ રાગ ના હોય તેમજ તમે પણ રાગ દ્વેષથી મુક્ત થઈ ઈશ્વરનો ધ્યાન કરી તમારો જીવન પસાર કરો. 
 
સફેદ વસ્ત્ર આધ્યાત્મિક બળ પણ આપે છે. જે  વિધવા સ્ત્રીના  જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની  તાકાત આપે છે. પણ હવે સામાજિક ધોરણો બદલાઈ ગયા છે. 
 
શાસ્ત્રના આ નિયમનું પાલન હવે ઓછું થઈ ગયું  છે. આનું  કારણ છે કે તે સમયે બીજા લગ્નની માન્યતા ન હતી.હવે મહિલા ફરીથી લગ્ન કરી પોતાનું  જીવન સુહાગનની  જેમ વિતાવી શકે છે. 
 
જ્યાં સુધી વિધવાને  માંસ, માછલી અને લસણની પ્રતિબંધ છે તો આનું  વૈજ્ઞાનિક કારણ એ છે કે તેના ઉપયોગથી  શારીરિક ગરમી અને કામેચ્છા વધે છે. 
 
પતિના મૃત્યુ પછી કામ-વાસના પર  નિયંત્રિત કરવા માટે વિધવાને લસણ ડુંગળી જેવી ઉષ્મતાવાળી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.