ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2016 (11:42 IST)

આજે બની રહ્યો છે વિશેષ યોગ, રાજપાટનુ સુખ ભોગવવા માટે કરો આ ઉપાય

સનાતન ધર્મમાં આમ તો બધી અગિયારસનુ વ્રત એક વિશેષ મહત્વ ધરાવે છે. પણ નિર્જલા એકાદશીને અત્યાધિક પુણ્યદાયિની માનવામાં આવી છે. આજે નિર્જલા એકાદશી અને ગુરૂવારનો શુભ યોગ બની રહ્યો છે. આ બંને દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરૂવારે વ્રત અને પૂજા કરવાથી ધન, પુત્ર અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. નિર્જલા એકાદશીના દિવસે ઉપવાસ, દાન અને હરિ નામ કરવાથી આખા વર્ષની અગિયારસનુ પુણ્ય પ્રાપ્ત થાય છે અને સંસારની કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. 
 
રાજપાટનુ સુખ ભોગવવાની ઈચ્છા રાખો છો તો આજે બની રહેલ વિશેષ યોગને કારણે જરૂર કરો આ ઉપાય... 
 
- સવારે ઉઠીને બાર વાર કોગલા કર્યા બાદ જળમાં કેસર નાખીને સ્નાન કરો. 
- કેસર કે હળદરનુ તિલક મસ્તક અને નાભિ પર લગાવો 
 -સૂર્ય ડૂબતા પહેલા 108 તુલસી દળ(તુલસીના પાન) તોડીને તેની માળા બનાવીને યુગલ સરકાર(રાધાકૃષ્ણ)ને પહેરાવો. 
- સોનાના કે પીત્તળના ચોરસ ટુકડાને પીળા દોરામાં બાંધીને ગળામાં પહેરો. 
- કાર્યસ્થળ પર બનેલ મંદિરમાં કમળ ગટ્ટાની માળા બિછાવો અને તેના પર મહાલક્ષ્મીનુ ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવાથી વેપારમાં ક્યારેય પણ કોઈ પ્રકારની કમી આવતી નથી. ખૂબ નફા સાથે ગલ્લો ભરેલો રહે છે. 
- દુકાન કે ગલ્લા કે ઘરનુ કેશબોક્સ ભરેલુ રહે એ માટે તેનુ મોઢુ દક્ષિણ અને પશ્ચિમ દિવાલ તરફ હોવુ જોઈએ. તેમા લાલ રંગનુ કપડુ પાથરીને શ્રી યંત્ર સ્થાપિત કરો. 
- સાંજે તુલસીની સામે દેશી ઘી નો દિવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
- સૂરજ ઢળતા પહેલા હળદર અને ચણાની દાળ નાખીને કેળાના ઝાડ પર અર્પિત કરો. સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 
- પીળા રંગનુ ફળ દાન કરો.