જાણો શાસ્ત્રો મુજબ રતિક્રિયા માટે કયો સમય યોગ્ય હોય છે

Last Modified મંગળવાર, 1 મે 2018 (15:42 IST)
રતિક્રિયા(સેક્સ)નુ ધર્મની દ્રષ્ટિએ પણ પોતાનુ જુદુ મહત્વ અને ઉપયોગિતા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્ય છે કે રતિક્રિયાનો યોગ્ય સમય કયો હોવો જોઈએ. સનાતન ધર્મમાં રતિક્રિયાને એક અવશ્યભાવી અનુષ્ઠાન બતાવવામાં આવ્યુ છે. ઉલ્લેખ મુજબ રતિક્રિયા બધા પ્રાણી સંપન્ન કરે છે.

લગ્ન પછી રતિક્રિયાનુ પોતાનુ મહત્વ છે. તેના માધ્યમથી આપણને સંતાનોત્પત્તિ થાય છે અને વંશ આગળ વધે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આવનારી સંતાનનુ નિર્ધારણ પણ રતિક્રિયાના સમયના મુજબ થાય છે.
આવામાં આપણે એ જાણવુ ખૂબ જ જરૂરી છે કે રતિક્રિયા(સેક્સ) કયા સમયે વિશેષ રૂપે કરવામાં આવે જેથી તેનો લાભ મળી શકે.
sexual desires
ધર્મશાસ્ત્ર કહે છે કે રાત્રિનો પ્રથમ પહોર રતિક્રિયા માટે યોગ્ય સમય છે. રાત્રિનો પ્રથમ પહોર ઘડિયાળ મુજબ બાર વાગ્યા સુધીનો રહે છે.
આ એક માન્યતા છે કે રતિક્રિયા રાત્રિના પ્રથમ પહોરમાં કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપ જે સંતાનનો જન્મ થાય છે તેને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આવી સંતાન પોતાની પ્રવૃત્તિ અને શક્યતાઓમાં ધાર્મિક, સાત્વિક, અનુશાસિત, સંસ્કારવાન, માતા-પિતા પ્રત્યે પ્રેમ રાખનારી, યશસ્વી અને આજ્ઞાકારી હોય છે. આવા જાતકોને શિવનો આશીર્વાદ પ્રાપ્ત હોય છે તેથી તેઓ લાંબી આયુ જીવે છે અને ભાગ્યના પણ પ્રબળ ધની હોય છે.

તેથી પ્રથમ પહોરનુ છે મહત્વ

રતિક્રિયા માટે રાતના પ્રથમ પહોરનુ મહત્વ છે કારણ કે ધાર્મિક માન્યતા મુજબ પ્રથમ પહોર પછી રાક્ષસ ગણ પૃથ્વી લોકનુ ભમણ કરવા નીકળે છે. એ દરમિયાન જો રતિક્રિયા કરવામાં આવી હોય તો તેનાથી ઉત્પન્ન થનારી સંતાનમાં પણ રાક્ષસ સમાન જ ગુણ આવવાની પ્રબળ શક્યતા રહે છે.
જેને કારણે તે સંતાન ભોગી, દુર્ગુણી, માતા-પિતા અને વડીલોનું અપમાન કરનારી, અનૈતિક, અધર્મી, અવિવેકી અને અસત્યનો પક્ષ લેનારી હોય છે.
100 days love still
અન્ય પહોરમાં રતિક્રિયા કરવાથી નુકશાન

રાત્રિના પ્રથમ પહોરમાં ઘડીયાળ મુજબ બાર વાગ્યા સુધીનો રહે છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમયને રતિર્કિયા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. પણ જો તેના સિવાય બાકીના અન્ય પહોરમાં રતિક્રિયા કરવામાં આવે તો પરિણામસ્વરૂપ શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટ સામે આવે છે.

પ્રથમ પહોર પછી રતિક્રિયા એ માટે અશુભકારી છે કારણ કે આવુ કરવાથી શરીરને અનેક રોગ ઘેરી લે છે.

વ્યક્તિ અનિદ્રા, માનસિક ક્લેશ, થાકનો શિકાર થઈ શકે છે અને માનવામાં આવે છે કે ભાગ્ય પણ તેનાથી રિસાય જાય છે.


આ પણ વાંચો :