બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:12 IST)

RIL-RPLનું મર્જર કોના લાભમાં?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના મર્જરથી સૌથી વધુ ફાયદો કોને થશે તેની જ ચર્ચા માર્કેટમાં ચાલી રહી છે. જો કે જાણકારોના જણાવ્યા પ્રમાણે RIL ના શેરહોલ્ડર આ મર્જરથી સૌથી વધારે ફાયદામાં રહેશે.

જો કે જ્યાં સુધી સુધી આ મર્જરની રેકોર્ડ તારીખ અંગેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી ટ્રેડરો પાસે બન્ને કંપનીઓના શેરો પર દાવ લગાવવાનો વિકલ્પ ખુલ્લો છે. મર્જરથી જે કંપનીના શેરહોલ્ડરોને સૌથી વધારે લાભ થવાની સંભાવના છે ટ્રેડર તે કંપની પર જ વધારે ધ્યાન આપશે.

બન્ને કંપનીઓએ સ્ટોક એક્સચેન્જોને મર્જર અંગેની યોજના અંગે માહિતી આપી દીધી છે. હજુ સુધી બન્ને કંપનીઓના શેરોની અદલાબદલી અંગેની કોઇ જાહેરાત થઇ નથી. જો કે સૂત્રો અનુસાર RIL ના શેરહોલ્ડર ફાયદામાં રહે તેવા સંકેત છે. RPL ની સરખામણીએ RIL ના ઓછા શેરહોલ્ડરોની સંખ્યા વધારે છે.

સ્વતંત્ર રોકાણ સલાહકારોનાં જણાવ્યા મુજબ સ્વેપ રેશિયો 20 : 1 અથવા 24 :1 ની સરેરાશ પ્રમાણે થઇ શકે તેમ છે. તેમનું માનવું છે કે સોમવારે RPL ના શેરોની કિંમત ઘટીને 70 રૂપિયાની સપાટીએ આવી જશે. શુક્રવારે RPL ના શેર 1.2 ટકા જેટલા ઘટીને 76.20 રૂપિયાની સપાટીએ બંધ રહ્યા હતા.