બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , બુધવાર, 29 એપ્રિલ 2009 (18:24 IST)

બજાર ફરી 11 હજારને પાર

મુંબઈ શેરબજારમાં બુધવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ 3.65 ટકા વધીને 11403.25 પોઈન્ટ બંધ રહ્યું હતું.

બીએસઈનો સેન્સેક્સ ઉપરમાં 401.50 પોઈન્ટ વધીને 11403.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 111.60 પોઈન્ટ વધીને 3473.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ અનુક્રમે 1.83 ટકા અને 1.35 ટકા વધીને બંધ રહ્યા હતા. બુધવારે આઈટી , રિયલ્ટી , બેન્ક અને ટેકનો શેરોમાં આક્રમક લેવાલી જોવા મળી હતી.