શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , સોમવાર, 29 જૂન 2009 (19:35 IST)

શેર બજાર રહ્યું ફ્લેટ

બજેટ પૂર્વ બજાર તેજીમાં રહેવાની ધારણા વચ્ચે આજે બજાર ફ્લેટ રહ્યું હતું. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં મામુલી વધારા સાથે બજાર સ્થિર થયું હતું

સવારે ઉંચા ગેપમાં ખુલ્યા બાદ બજાર બપોર બાદ સાધારણ વધઘટ સાથે ફ્લેટ રહ્યું હતું. સેંસેક્સમાં 0.14 ટકાએ 21.10 પોઇન્ટના વધારા સાથે 14785.74 પોઇન્ટે બજાર સ્થિર થયું હતું જ્યારે નિફ્ટીમાં 0.35 ટકાએ 15.45 પોઇન્ટનો વધારો નોંધાતાં બજાર 4390.95 બંધ થયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આજે દિવસ દરમિયાન મેટલ તથા રિયલ્ટી, ઓઇલ અને ગેસ બજારમાં વધારો થયો હતો જ્યારે આઇટી અને એફએમસીજીમાં ઘટાડો જોવા મળ્યો હતો.