શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , મંગળવાર, 30 જૂન 2009 (20:47 IST)

સેંસેક્સમાં 291 પોઇન્ટનો કડાકો

કેન્દ્રીય બજેટ પૂર્વની ચતાઓ અને એશિયન બજારોના મિશ્ર વલણને પગલે મુંબઈ શેરબજારના બીએસઈ સેન્સેટીવ ઈન્ડેક્ષમાં 291.90 પોઈન્ટનો કડાક થતાં 1449૩.84ની સપાટીએ નરમ રહ્યો હતો. સસેકસના પગલે પગલે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના નિફટીમાં પણ 99.85 પોઈન્ટનો ભારે ઘટાડો થતાં 4291.10ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજરોજ સેન્સેકસ ઉંચા મથાળે ખૂલ્યો હતો. પરંતુ કામકાજ આગળ વધતું ગયું તેમ તેમ રીયાલ્ટી, મેટલ, પાવર અને કેપીટલ ગુડ્ઝ શેરોમાં નફારૂપી વેચવાલી વધતી ગઈ હતી. ક્ષેત્રીય ઈન્ડેક્ષોમાં સૌથી વધુ 7.4 ટકાનો ઘટાડો રીયાલ્ટી ઈન્ડેક્ષમાં નોંધાયો હતો.

જેમાં એચડીઆઈએલ, આરબીઆરઈએલ અને ડીએલએફના શેરની કમતમાં અંદાજે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેટલ ઈન્ડેક્ષમાં ૩.4 ટકા અને પાવર ઈન્ડેક્ષમાં ૩.2 ટકાનો ઘટાડો થયો હતો. મેટલ ઈન્ડેક્ષમાં વેલસ્પૂન ગુજરાત, ઈસ્પાત ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝના શેરની કમતમાં 6 ટકાનો કડાકો થયો હતો. કેપીટલ ગુડ્ઝ ઈન્ડેક્ષમાં ૩.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.