શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

સ્ટોક એક્સચેંજની 50 કંપનીઓને નોટિસ

શેરની કિમંતોને પ્રભાવિત કરનારી રિપોર્ટને લઈને સ્ટોક એકસચેંજે આ વર્ષે અત્યાર સુધી 50થી વધુ કંપનીઓને નોટિસ રજૂ કરી અફવાઓ અને અટકળોથી ભરેલી રિપોર્ટ પર સફાઈ માંગી છે.

હકીકતમાં આ કંપનીઓએ સ્ટોક એક્સચેંજને આપેલ જવાબમાં આ રિપોર્ટમાં વિલય અને અધિગ્રહણ વેપારના કરારને આધારહિન બતાયા છે. પરંતુ તેમાંથી મોટાભાગની બાબતોમાં યોગ્ય સાબિત થયા.

આવી નોટિસોમાં એક બાબત એ મીડિયા રિપોર્ટ સાથે જોડાયેલી છે, જેમાં સત્યમના સંસ્થાપક ચેરયમેન રામલિંગ રાજૂ દ્વારા કંપનીમાં ફરજીવાડાના ખુલાસાથી માત્ર એક દિવસ પહેલા ટેક મહિન્દ્રા અને સત્યમની વચ્ચે શક્યત: વિલયની ચર્ચા થઈ ગઈ હતી.

એ સમયે એ બંને કંપનીઓએ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ હતુ કે વિલયની શક્યતાવાળી રિપોર્ટમાં 'કોઈ સચ્ચાઈ નથી' અને દેખ્કીતી રીતે આ અટકળો ભરેલ છે. પરંતુ થોડાક મહિનાઓ પછી સત્યમની ટેક મહિન્દ્રા દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યુ.