સંસારની કોઈપણ વસ્તુ જોઈતી હોય તો શ્રાવણ શુક્લ અષ્ટમીએ કરો શિવની ઉપાસના

Last Modified શનિવાર, 22 ઑગસ્ટ 2015 (18:22 IST)
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને ખૂબ પ્રિય છે. પોતાની મનભાવન ઈચ્છાઓની પ્રાપ્તિ માટે આખો મહિન વિવિધ ઉપાયો અને અનુષ્ઠાનો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. પણ વિશિષ્ટ
તિથિયો પર ખાસ પૂજનથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ શુક્લ અષ્ટમી આવી જ એક તિથિ છે. આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી સંસારની કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત આજના દિવસે લાલ રંગની વસ્તુઓ દાન કરો જેવી કે લાલ વસ્ત્ર લાલ ફળ લાલ ફૂલ અને અન્ય લાલ વસ્તુઓ દાન કરો.

જાણો વિવિધ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાથી શુ પુણ્ય ફળ મળે છે

પંચામૃત - પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

દૂધ - ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવાથી મનુષ્યને યશ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. ઘરના દરેક પ્રકારના ક્લેશ અને કજિયા દૂર થાય છે.

ગંગાજળ - ભગવાન શંકરને ગંગા જળ ખૂબ પ્રિય છે. આ કારણે ગંગાને ભગવાન શિવે પોતાની જટાઓમાં ઘારણ કરી રાખી છે.

દેશી ઘી - ગાયના શુદ્ધ દેશી ઘીથી અભિષેક કરવાથી મનુષ્ય દીર્ધાયુને પ્રાપ્ત કરે છે અને વંશની વૃદ્ધિ થાય છે.

શેરડીનો રસ - શેરડીના રસથી અભિષેક કરવાથી ઘરમાં લક્ષ્મીનો સદા વાસ રહે છે અને કોઈ વસ્તુની ક્યારેય કમી આવતી
નથી.

સરસિયાનું તેલ - સરસિયાના તેલ સાથે રુદ્રાભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને ખુદને દરેક ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે.

સુગંધિત તેલ - આ ચઢાવવાથી ભોગોની પ્રાપ્તિ થાય છે.

મધ - મધથી અભિષેક કરવાથી દરેક પ્રકારના રોગોનું નિવારણ થાય છે અને જો પહેલાથી જ કોઈ રોગ લાગ્યો હોય તો તેનાથી છુટકારો પણ મળે છે.

માખણ - માખણથી અભિષેક કરવાથી અતિ ઉત્તમ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

ઘતૂરા - ધતૂરાના એક લાખ ફૂલોથી સતત અભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પણ લાલ દંડીવાળા ઘતૂરાથી પૂજા કરવી અતિ ઉત્તમ માનવામાં આવ્યુ છે અને સંતાન સુખ મળે છે.

બેલ પત્ર - ઘરમાં સુખ સમૃદ્ધિ માટે શ્રાવણ મહિનામાં બેલ પત્રથી પૂજા કરવી જોઈએ અને જેમણે પત્ની સુખની પ્રાપ્તિમાં અવરોધ આવે છે તેમને 40 દિવસ સુધી સતત ભક્તિભાવથી બેલ પત્રથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અથવા એક દિવસ 108 બેલપત્ર ઓમ નમ:
શિવાય મંત્રના ઉચ્ચારણ સાથે ચઢાવવા જોઈએ.

ચમેલીના ફૂલ - ચમેલીના ફૂલોથી પૂજન કરવાથી વાહન સુખની પ્રાપ્તિ થાય છે.

કમળ ફુલ અને શંખ પુષ્પ - આ ફૂલોથી ભગવાનનુ પૂજન કરવાથી લક્ષ્મી મતલબ ધન દૌલતની પ્રાપ્તિ થાય છે. ભગવાનને નીલકમલ અને લાલ કમલ ખૂબ જ પ્રિય છે.
આ ઉપરાંત જળ અને સ્થળ પર ઉત્પન્ન થનારા બધા સુગંધિત ફૂલોથી ભગવાન શિવનુ પૂજન કરી શકાય છે.

કરવીર અને દૂપહરિયા
પુષ્પ - કરવીરના ફૂલોથી પૂજા કરવાથી રોગ મટી જાય છે અને દુપહરિયા મતલબ બંધૂકના પુષ્પોથી પ્રભુનુ પૂજન કરવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે.

હરસિંગારના ફૂલ - ભગવાન શિવનુ પૂજન કરવાથી ઘરમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે

ઘઉંના પકવાન - ઘઉંના પકવાનથી ભગવાનનુ પૂજન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને વંશ વૃદ્ધિ થાય છે.


આ પણ વાંચો :