શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

શહીદ બાબા દીપસિંહજી

W.D

બાબા દીપસિંહજીનો જ્ન્મ 14 માર્ચ 1937ના દિવસે અમૃતસરના પહૂવિંડ ગામમાં થયો હતો. સન 1699ના વૈશાખીવાળા દિવસે ગુરૂ ગોવિંદસિહે ખાલસાની સ્થાપના કરી હતી. પાંચ સિંહો તરફથી શિશ ભેટ કરવાની ઘટના તથા દશમેશ પિતાના આ અવસર પર કરવામાં આવેલ આશ્ચર્યચકિત કરી દેનાર કાર્યને તથા પાંચોને ખંડોનું અમૃત પીવડાવાના સમાચાર આખા પંજાબની અંદર ફેલાઈ ગઈ હતી.

બીજા દિવસે આનંદપુર સાહિબમાં પંજાબના ગામમાં ખુબ જ મોટી સંખ્યામાં શીખ શ્રધ્ધાળુ ભેગા થયાં હતાં. 18 વર્ષનો નૌજવાન દીપા પણ પોતાના માતા-પિતાની સાથે ગુરૂ દર્શન માટે આવી ગયો હતો.

આનંદપુર સાહિબમાં ગુરૂની માનમર્યાદા, કિર્તન, કથા, લંગર, શીખોની બહાદુરીવાળી વેશભુષા અને શસ્ત્રધારી શીખોથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને પોતાના માતા-પિતાની આજ્ઞા લઈને તે થોડાક સમય માટે આનંદપુરમાં જ રહી ગયો.

ત્યાં રહીને બાબા ઘોડે સવારી અને શસ્ત્ર વિદ્યામાં નિપુણ થયાં. સાથે સાથે વાઘ મારવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. 20 થી 22 વર્ષની ઉંમરમાં બાબા દીપસિંહજી વિદ્વાન અને શૂરવીર બની ગયાં.

ત્યાર બાદ બાબાને પોતાના ઘરે પાછા બોલાવી લીધા અને તેમને ખબર પડી કે તેમના લગ્નની વાત ચાલી રહી છે. તેની સાથે સાથે તેમને આ વાતની જાણ થઈ કે સતિગુરૂ સાહિબાને આનંદપુર છોડી દીધું છે. ચાર સાહિબજાદા શહિદ થઈ ગયાં છે અને ગુરૂ પરિવાર અને શીખ પણ અલગ થઈ ગયાં છે.

આ સમાચાર સાંભળતાની સાથે જ બાબા ઘોડો લઈને ગુરૂજીને શોધવા માટે નીકળી પડ્યાં. સાબોની તલબંડીમાં પહોચીને ગુરૂ ગોવિંદસિહજીના પગમાં પોતાનું શીશ ઝુકાવી દિધું અને સંકટના સમયે આનંદપુર સાહિબમાં અનઉપસ્થિત રહેવની ક્ષમા માંગી. ગુરૂ સાહિબે બાબાને છાતીએ લગાડીને આદેશ આપ્યો કે તમારા જીમ્મે ભાઈ મની સિંહને ગુરૂ ગ્રંથ સાહિબનો ઉતાર કરવાની સેવા કરવાની છે. અહીંયા તમારા ભાઈ મની સિંહની સાથે રહીને વાણીનો પ્રચાર કરવાનો છે અને સંકટના સમયે યુધ્ધમાં ભાગ લઈને કોમની રક્ષા કરવાની છે.

ત્યાર બાદ દીપ સિંહજી ગુરૂની આજ્ઞા મેળવીને ગુરૂની કાશી સાબોની તલબંડીમાં જ જીવન પર્યત રહ્યાં. સન 1709માં બાબા બંદા સિંહજી બહાદુર જ્યારે અત્યાચારીઓને સાધવા માટે પંજાબની તરફ આવ્યા તો બાબા દીપ સિંહજી સિંહોનો ભારે જથ્થો લઈને તેમની સાથે ભળી ગયાં અને સરહિંદ અને સઢૌરા વગેરે સ્થાનો પર જીત મેળવવાના હેતુથી ખુબ જ સારી રીતે તલવાર ચલાવી.

પાછા ફરતી વખતે અબ્દાલી પોતાના પુત્ર તૈમુર શાહને પંજાબનો સુબેદાર તથા જહાન ખાનને સેનાપતિ બનાવ્યો. તેણે તેમને શીખોનું નામો નિશાન મિટાવી દેવાનો આદેશ આપ્યો અને તેમના પવિત્ર ધાર્મિક સ્થાનને ઢેર કરીને સરોવરને કાટમાળથી ભરી દેવાનો આદેશ આપ્યો.

જહાન ખાન ભારે સેના લઈને ત્યાં પહોચ્યો બાબાએ 30 શીખોની સાથે મળીને જોરદાર સામનો કર્યો. બધા જ સિંહ શહીદ થઈ ગયાં. જહાન ખાને આસપાસના મકાન તોડીને સરોવર ભરી દેવડાયું તથા હરમિંદર સાહિબની ઈમારતને પણ ધ્વંસ્ત કરી દિધી. ત્યાર બાદ ત્યાં જોરદાર સૈનિકોની સુરક્ષા ગોઠવી દિધો.

આ સમાચાર સાંભળીને બાબાના રોમ રોમમાં આગ પ્રસરી ગઈ. તેમણે બધા જ શીખોને ભેગા થવનો આદેશ આપ્યો. તેમણે આહવાન કરતાં જણાવ્યું કે આપણે આતતાયીથી પવિત્ર હરમિંદર સાહિબના અપમાનનો બદલો લેવાનો છે. તેમણે એક રેખા દોરી અને કહ્યું કે આ રેખાને ફક્ત તે જ પાર કરે જેઓ પોતાના પ્રાણનુ બલિદાન આપવા માંગે છે. ત્યાર બાદ 500 શીખો આ રેખાને પસાર કરીને આગળ વધ્યાં અને તરનતારન પહોચ્યા ત્યાં સુધીમાં 5000 શીખ ભેગા થઈ ગયા હતાં.

શીખોની એકત્ર થવાના સમાચાર સાંભળીને જહાન ખાન ગભરાઈ ગયો નએ તે 20000 સૈનિકોને લઈને અમૃતસર પહોચી ગયો. અમૃતસરથી પાંચ કિલોમીટર દૂર તેની શીખોના દળ સાથે ટક્કર થઈ. શીખોએ ખુબ જ બહાદુરીથી તલવાર ચલાવી. જહના ખાનને સબક શીખવાડવા માટે દયાલ સિંહ 500 શીખોને લઈને જહાન ખાનની તરફા આગળ વધ્યો અને તેણે જહાન ખાનનું માથુ ધડથી અલગ કરી દિધું.

આ રીતે વિજય પ્રાપ્ત કરીને શીખ રામસરની પાસે પહોચ્યા. એટલામાં શાહી ફૈજનો એક સેનાપતિ અતાઈ ખાન બીજી સેના લઈને ત્યાં આવી પહોચ્યો. બાબા દીપ સિંહજી 16 સેરનો ખંડો ચલાવતાં શત્રુઓને ચીરતાં આગળ વધી રહ્યાં હતાં. તેમના શરીર પર ઘણાં બધા ઘા થયાં હતાં. એટલામાં શત્રોઓનો એક કમાંડર જમાલ શાહ આગલ વધ્યો અને તેણે બાબાજી પર વાર કરવા લાગ્યો. બાબાજીના ખંડાએ તેને ઠંડો કરી દિધો તેનો વાર પણ ખાલી ગયો નહી. તેણે બાબાજીની ગરદન પર ઉંડો ઘા કર્યો. બાબાજીનું માથુ એક તરફ નમી ગયું. ત્યાં જ નજીકથી એક શીખે બુમ પાડી કે બાબાજી તમે તો વચન લીધું હતું કે તમારૂ માથુ સીધું સરોવરની પરિક્રમામાં આપશો. આ શબ્દો તેમના કાને પડતાં તેમણે પોતાના માથાને ડાબા હાથથી પકડીને સંભાળી લીધું અને જમણા હાથથી ફરીથી ખંડો ચલાવવા લાગ્યા.

શત્રોઓને પાર કરીને તેઓ હરમિંદર સાહિબમાં આવીને સરોવરના કિનારે પરિક્રમામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આ રીતે હરમિંદર સાહિબના અપમાનનો બદલો લેતાં બાબાએ તેમના સાથી, ધર્મ અને કોમની શાન માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા.