શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

હિન્દની ચાદર ગુરૂ તેગબહાદુરજી

સતમીત કૌર

W.D
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો.

એક દિવસ તે પંડિત બિમાર થઈ ગયો અને તેણે પોતાના પુત્રને ગીતાના શ્લોક સંભળાવવા માટે ત્યાં મોકલી દિધો પરંતુ તેને તે કહેવાનું ભુલી ગયો કે કયા શ્લોકનો અર્થ ત્યાં નથી કહેવાનો. તેણે ત્યાં જઈને ઔરંગજેબને આખી ગીતાનો અર્થ સંભળાવી દિધો તેથી ઔરંગજેબને વિશ્વાસ આવી ગયો કે દરેક ધર્મ પોતાની રીતે એક મહાન ધર્મ છે. પરંતુ ઔરંગજેબ પોતાના ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મના વખાણ નહોતો સાંભળી શકતો તેથી તેણે પોતાના સલાહકારોને સલાહ આપી કે બધાને ઈસ્લામ ધર્મ ધારણ કરાવી દો.

ઔરંગજેબે બધાને ઈસ્લામ ધર્મ અપનાવવા માટેનું કાર્ય તેના થોડાક માણસોને સોંપી દિધું. તેણે કહ્યું કે બધાને જણાવી દો કે ઈસ્લામ ધર્મ ધારણ કરે કે પછી મોતને વહાલુ કરે. જ્યારે આ પ્રકારની જબરાજસ્તી શરૂ થઈ ગઈ તો અન્ય ધર્મના લોકોનું જીવવું હરામ થઈ ગયું.

આ ઝુલ્મના શિકાર કાશ્મીરના પંડિતો ગુરૂ તેગબહાદુરની પાસે આવ્યાં અને તેમને જણાવ્યું કે કેવી રીતે ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે તેમની પર દબાણ કરાઈ રહ્યું છે. અને ઈસ્લામ ધર્મ સ્વીકાર ન કરનારને કેટલાયે પ્રકારની પીડાઓ અપાઈ રહી છે. તેમણે કહ્યું કે અમારી વહુ અને દિકરીઓની ઈજ્જતને ખતરો છે. જ્યાંથી અમે પાણી ભરીએ છીએ ત્યાં હાડકા નાંખવામાં આવી રહ્યાં છે.

અમને ખુબ જ ખરાબ રીતે મારે છે. કૃપા કરીને અમારા ધર્મને બચાવો. જે વખતે આ લોકો તેમની યાતના સંભળાવી રહ્યાં હતાં તે વખતે તેગબહાદુરનો 9 વર્ષનો પુત્ર ત્યાં આવ્યો અને પુછ્યું કે પિતાજી! આ બધા ઉદાસ કેમ છે? અને તમે આટલી બધી ગંભીરતાથી શું વિચારી રહ્યાં છો?

ગુરૂ તેગબહાદુરે કાશ્મીરના પંડિતોની સઘળી સમસ્યાઓ જણાવી તો બાલા પ્રીતમે કહ્યુ કે આનો ઉપાય કઈ રીતે થશે? ગુરૂ સાહેબે જણાવ્યુ કે આના માટે બલીદાન આપવુ પડશે. તો બાલા પ્રિતમે કહ્યુ કે તમારા કરતાં મહાન પુરુષ મારી નજરમાં કોઈ નથી, જેના માટે ભલે તમારે બલિદાન આપવું પડે પરંતુ આપ તેમના ધર્મની રક્ષા કરો.

તેની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યુ કે જો તમારા પિતાજી બલિદાન આપશે તો આપ અનાથ થઈ જશો અને આપની માતા વિધવા થઈ જશે. તો બાળકે જવાબ આપ્યો કે જો મારા એકલાના અનાથ થવાથી લાખો બાળકો અનાથ થતા, અને લાખો સ્ત્રીઓ વિધવા થતી બચી જશે તો મને તે સ્વીકાર્ય છે.

ત્યારબાદ ગુરૂ તેગબહાદુરે પંડિતોને જણાવ્યુ કે જઈને ઔરંગજેબને જણાવી દો કે જો ગુરૂ તેગબહાદુર ઈસ્લામ ધર્મને ધારણ કરી લેશે તો અમે પણ કરી લઈશુ, અને તમે તેમને ઈસ્લામ ધર્મ ધારણ નહી કરાવી શકો તો તમે અમને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ ધારણ નહી કરાવી શકો. ઓરંગજેબે આ વાતનો સ્વીકાર કર્યો.

ગુરૂ તેગબહાદુર સામે ચાલીને દિલ્હીમાં ઔરંગજેબના દરબારમાં ગયા. ત્યાં ઔરંગજેબે તેમને અનેક પ્રકારની લાલચો આપી પણ તેમના પર કોઈ અસર ન થતા તેમણે તેમની પર અનેક હથદંડો અપનાવ્યા. તેમને કેદ કરી લેવામાં આવ્યા તેમના બે શીષ્યોને મારીને તેમને ભયભીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ગુરૂ તેગબહાદુર એકના બે ન થયા. તેમણે ઔરંગજેબને સમજણ આપી દીધી કે જો તમે જબરદસ્તી કરીને લોકોને ઈસ્લામ ધારણ કરાવવા મથી રહ્યા છો તો તમે પણ સાચા મુસલમાન નથી. કેમકે તમારો ધર્મ પણ તમને તે શિક્ષા નથી આપતો કે તમે કોઈ પર ઝુલ્મ કરો.

ઔરંગજેબને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો અને તેમણે દિલ્હીના ચાંદની ચોક પર ગુરૂ તેગ બહાદુરનું શીશ કાપી દેવાનો હુક્મ આપી દિધો અને ગુરૂ સાહેબે હસતાં હસતાં તેમનું શીશ કપાવીને બલિદાન આપી દિધું. એટલા માટે ગુરૂ તેગબહાદુરજીની યાદમાં તેમની શહીદીના સ્થળે ગુરૂદ્વારા સાહિબ બન્યું છે જેનું નામ ગુરૂદ્વારા શીશ ગંજ સાહિબ છે.

હિન્દુસ્તાન અને હિંદુ ધર્મની રક્ષા કરતાં શહીદ થયેલ ગુરૂ તેગબહાદુરજીને પ્રેમથી કહેવામાં આવે છે- હિંદની ચાદર ગુરૂ તેગબહાદુરજી.