ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

ના કોઈ હિંદુ ના કોઈ મુસલમાન

W.D

ગુરૂ નાનક સાચા અર્થમાં સમંવયવાદી હતાં. તેમણે એક એવા મતની શરૂઆત કરી હતી જેમાં બધા જ ધર્મના કલ્યાણકારી તત્વ હાજર હતાં. તેમના આ નવા મતનો આધાર માનવતા હતો. તેમણે આદર્શ બ્રાહ્મણ, નાથ તેમજ મુસલમાનની પરિભાષાને સામે રાખી અને સ્પષ્ટ કર્યું કે જેમની અંદર આ ગુણ નથી તે ઢોંગી છે અને પાખંડી છે જે લોકોને સત્યનો માર્ગ નથી દેખાડી શકતાં. દ્વેષ, કલેહ, વેર-ઝેર અને વમનસ્યાથી પીડિત લોકોને આ વિચારધારાને લીધે નવો માર્ગ દેખાવા લાગ્યો હતો. તેમને એવું લાગ્યું કે તેમનો ઉદ્ધાર કરવા માટે કોઈ પૈગંમ્બર આવી ગયો છે.

એક દિવસ વેઈ નદીમં સ્નાન કર્યા બાસ જ્યારે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેમણે સૌથી પહેલાં જે ઉપદેશ આપ્યો તે હતો ' ના કોઈ હિંદુ ના કોઈ મુસલમાન ' તેમણે બંનેને એક સમાન જોયા. તે યુગની અંદર આવુ કહેવા માટે જોરદાર હિંમતની જરૂર પડતી. આવુ કહેવા માટે તેમણે વર્ષો સુધી ચિંતન કર્યુ હતુ. પોતાના વાતની પુષ્ટિ કરવા માટે તેમની પાસે કેટલાયે તર્ક હતાં. બંને ધર્મને નજીક લાવવા માટે, સમંવયની ભાવના પેદા કરવા માટે એક જ જગ્યાએ બેસી રહેવું તે નાનક જેવા સંટ માટે યોગ્ય ન હતું અને શક્ય પણ ન હતું. પોતાના મતનો પ્રચાર કરવા માટે તેઓ લાંબી લાંબી યાત્રાઓ પર નીકળી પડ્યાં.

આ લાંબી યાત્રાઓ દરમિયાન તેમજ બાદમાં કરતારપુર રહીને ગુરૂ નાનકે સમાજ તેમજ ધર્મની અંદર સુધારો કરવા માટે જે મહત્વપુર્ણ કાર્ય કર્યા તેનું અધ્યયન ત્રણ ભાગોમાં વહેચી શકાય છે-

1) નિર્ગુણ બ્રહ્મની ઉપાસના
2) ધર્મ અને સમાજમાં પ્રસરાયેલી કુરીતિઓ, પાખંડ, બ્રહ્મચરણો તેમજ કર્મકાંડનો વિરોધ
3) જાતિ-પાતિ, છુત-અછુત, નારી-ઉત્થાન, શોષણ અને શાષકોના અત્યાચારની વિરુદ્ધ અવાજ.