શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (18:17 IST)

દિપા કરમાકરને સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક દ્વારા અનોખી શુભેચ્છા...

પ્રસિદ્ધ સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાના સેંડ આર્ટ દ્વારા ભારતની પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાની આશાને કાયમ રાખનારી જિમનાસ્ટ દીપા કરમાકરને શુભેચ્છા પાઠવતા લખ્યુ છે કે દીપા અમને તમારા પર ગર્વ છે. ગોલ્ડ મેડલ માટે ઓલ ધ બેસ્ટ.. 
 
દીપા કરમાકરનો જન્મ આજના જ દિવસે 9 ઓગસ્ટ 1993ના રોજ ત્રિપુરાની રાજધાની અગરતલામાં થયો હતો. 
આ પહેલા કદાચ જ કોઈ દીપા કરમાકરને જાણતુ હશે. પણ રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી જિમનાસ્ટિકમાં પહેલીવાર ક્વાલિફાઈ કરનારી ત્રિપુરાના અગરતલાની દીપા કરમાકએ ઈતિહાસ રચી દીધો છે. દીપા કરમાકર રિયો ઓલિમ્પિકના જિમનાસ્ટિકના ફાઈનલમાં સ્થાન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા પણ બની ગઈ છે અને મેડલની આશા કાયમ રાખી છે.