બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

અભ્યાસ સત્રથી ખુશ છે કોચ હોટન

એક મહિનાના અભ્યાસ શિબિરને માટે બાર્સિલોના ગયેલ ભારતીય ફુટબોલ ટીમના મુખ્ય કોચ બોબ હોટન પોતાના ખેલાડીઓના અત્યાર સુધીના નવ દિવસના અભ્યાસથી સંતુષ્ટ છે.

ટીમ મેનેજર પ્રદીપ ચૌદરીએ જણાવ્યુ કે કોચ હોટન ખેલાડીઓની ફિટનેસ અને અભ્યાસ સત્રમાં તેમની દિલચસ્પીથી ખુશ છે, ચૌધરીએ બાર્સિલોનાને કહ્યુ કે હોટન અભ્યાસ સત્રમાં ખેલાડીઓની મહેનથી ખુશ છે. તેઓ સત્ર પર નજર રાખી રહ્યા છે, અને અમારા ખેલાડીઓ માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યુ કે અમે રોજ ખેલાડીઓને તેમની જરૂરિયાતો વિશે પૂછીએ છીએ. અમે તેમને કોઈ પ્રકારનો માર અને અભ્યાસની તૈયારીઓ સહિત ઘણા વિષયો પર વાત કરીએ છીએ. સત્ર અત્યારે તો સારુ જઈ રહ્યુ છે. ટીમના વરિષ્ઠ સભ્ય રેનેડી સિંહે કહ્યુ ખેલાડી બાર્સિલોનામાં સુવિદ્યાઓનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

બાર્સિલોનામાં સાત જુલાઈના રોજ અભ્યાસ માટે પહોંચેલ ભારતીય ફુટબોલ ટીમ 18 થી 31 ઓગસ્ટ સુધી થનારા નેહરૂ કપ ટૂર્નામેંટની તૈયારીઓમાં લાગેલી છે.

ભારતીય ખેલાડી 25 જુલાઈના પહેલા મૈત્રી મેચમાં સ્પેનને થર્ડ ડિવીઝન ટીમ યૂનિઓ એસપોર્ટિવા કાસ્ટેલડિફેલ્સનો સામનો કરશે. ટીમ બીજી મેચ 29 જુલાઈ, 1 અને 5 ઓગસ્ટના રોજ રમશે અને સાત ઓગસ્ટના રોજ સ્વદેશ પાછી ફરશે.