શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , બુધવાર, 29 જુલાઈ 2009 (11:38 IST)

અર્જુન પુરસ્કારની રકમ વધી

ભારત સરકારે ''રાજીવ ગાંધી ખેલ રત્ન'' અને ''અર્જુન એવોર્ડ'' સહિત દેશના સર્વોચ્ચ રમત પુરસ્કારોમાં આપવામાં આવનારી પુરસ્કાર રકમને વધારવાનો નિર્ણય લીધો છે. રમત રત્ન પ્રાપ્ત કરનારા ખેલાડીને હવે 750000 રૂપિયાની રકમ આપવામાં આવશે જે અગાઉ આપવામાં આવનારી રકમથી અઢી લાખ રૂપિયા વધારે છે.

મંગળવારે રમત અને યુવા રાજ્યમંત્રી પ્રતીક પ્રકાશબાપૂ પાટિલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, દ્રોણાચાર્ય, ધ્યાનચંદ અને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રત્યેક ખેલાડીને અગાઉની તુલનાએ બે લાખ રૂપિયા વધારે મળશે. હવે આ રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.