શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

આવનાર સત્રમાં જોરદાર કમબેક કરીશુ - પેસ

ટોચના ભારતીય ટેનિસ ખેલાડી લિએંડર પેસ એટીપી વિશ્વ ટૂર ફાઈનલ્સના શરૂઆતી ચરણમાં બહાર થવાથી હેરાન નથી અને તેમણે આજે દાવો કર્યો છે કે તેઓ અને તેમના જોડીદાર લુકાસ ડલૂહી માટે આ વર્ષ ખૂબ સરસ રહ્યુ છે અને તેમને આશા છે કે તેઓ આવતા સત્રમાં સારી રમત રમશે.

બંનેયે આ વર્ષે બે ગ્રેંડસ્લેમ ખિતાબ મેળવ્યા છે ચોથી રેકિંગ પર રહેલ આ યુગલ જોડીએ ફ્રેંચ ઓપન અને અમેરિકી ઓપનમાં જીત નોંધાવી છે. પરંતુ આ સત્રનો અંત એટીપી ટૂર્નામેંટમાં મૈક્સ મિર્નયી અને એડી રામની જોડી સાથે 6-7,4-6ની મળેલ હાર દ્વારા સમાપ્ત થઈ.