મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

એલન બર્નાર્ડનો રેકોર્ડ

ઓલિમ્પિક ચેમ્પિયન ફ્રાન્સનાં એલન બર્નાર્ડે ૪૬.૯૪ સેકન્ડની સાથે ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમિંગમાં નવો રેકર્ડ બનાવ્યો છે. આ સાથે બર્નાર્ડ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ૪૭ સેકન્ડથી પણ ઓછા સમયમાં સ્વિમિંગ કરનારો વિશ્વનો પહેલો સ્વીમર બન્યો છે.

બર્નાર્ડે તાજેતરમાં જ યોજાયેલી ફ્રાન્સની નેશનલ ચેમ્પિયનશિપમાં નવો રેકર્ડ બનાવીને અમેરિકાના સ્ટાર સ્વીમર માઇકલ ફેલ્પ્સને પડકાર ફેંકયો છે. એલન બર્નાર્ડે ઓસ્ટ્રેલિયાના ઇમોન સુલવિનના આ રેકર્ડને તોડયો છે.

ઇમોન સુલવિને ગયા વર્ષે બેઇજિંગ ઓલિમ્પિકમાં ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ૪૭.૦૫ સેકન્ડનો વર્લ્ડ રેકર્ડ બનાવ્યો હતો. આ વર્લ્ડ રેકર્ડ બર્નાર્ડના નામે થઈ ગયો છે.