મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ઓસાકા/જાપાન. , બુધવાર, 14 ઑક્ટોબર 2009 (17:15 IST)

જાપાન ઓપન કે ક્વાર્ટર ફાઇનલ મેં સાનિયા

ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાએ અહીં ઉક્રેનની વિક્ટોરિયા કુટુજોવાને સીધા સેટોમાં હરાવીને જાપાન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

સાનિયાએ એક કલાક અને 23 મિનટ ચાલેલા મુકાબલામાં કુટુજોવાને 6-4, 6-3 થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે જ્યાં તેનો મુકાબલો ફ્રાંસની બીજી વરીયતા પ્રાપ્ત ખેલાડી મારિયન બાર્તોલી સાથે થશે.

સાનિયા અને કુટુજોવા બન્ને સર્વિસ માટે ઝઝૂમતી રહી અને બન્નેએ પહેલા સેટમાં પાંચ ડબલ ફોલ્ટ કર્યા પરંતુ ભારતીય ખિલાડીએ મહત્વપૂર્ણ સમયે બ્રેક પોઈન્ટ પ્રાપ્ત કરીને 1-0 ની સરસાઈ મેળવી લીધી હતી અને આ અગાઉ સેટના અંત સુધી તેને જાળવી રાખી. ભારતીય ખેલાડીએ બીજા સેટમાં પોતાની સર્વિસમાં સુધાર કર્યો અને ચારમાંથી ત્રણ બ્રેક પોઈન્ટ બચાવ્યાં. કુટુજોવા જો કે, બીજા સેટમાં પણ પોતાની સર્વિસમાં સુધાર ન કરી શકી અને ત્રણ બાદ તેની સર્વિસ ટૂટી.

આ ઉપરાંત તેણે ત્રણ ડબલ્ટ ફોલ્ટ પણ કર્યા. સાનિયા અને દુનિયાની 12 માં ક્રમની ખેલાડી બાર્તોલી વચ્ચે અત્યાર સુધી માત્ર એક મુકાબલો થયો જ્યારે 2005 માં અમેરિકી ઓપનમાં ભારતીય ખેલાડીએ વિજય પ્રાપ્ત કર્યો હતો.